મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર જિલ્લમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ધો

ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર જિલ્લમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે

આગામી ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી

24-જૂન:  નર્મદા-સુરત-ડાંગ-તાપીમાં ભારેથી અતિભારે, ભરૂચ-નવસારી-અમરેલી-ગીરસોમનાથ-દીવમાં ભારે. અમદાવાદ-ગાંધીનગર-બનાસકાંઠા-પાટણ-વડોદરા-છોટાઉદેપુર- રાજકોટ-જામનગર-દ્વારકા બોટાદ-કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ
25 જૂન: દાહોદ- છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

26 જૂન: બનાસકાંઠા-સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી

આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, ત્યારે આજે સવારે આઠથી દસ સુધી 53 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. 50 તાલુકાઓમાં એક ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતા. તો પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં બેથી અઢી ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.

રાજકોટ, ગોંડલ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ પડ્યો છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર મેઘ મહેર થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ભરૂચ જિલ્લામાં ચોમાસાની જમાવટ


અંકલેશ્વર 1 ઇંચ
આમોદ 6 મી.મી.
જંબુસર 4 મી.મી.
ઝઘડિયા 1 ઇંચ
નેત્રંગ 1.5 ઇંચ
ભરૂચ 5 મી.મી.
વાગરા 8 મી.મી.
વાલિયા 2 ઈંચ
હાંસોટ 11 મી.મી.

નર્મદા જિલ્લામાં વરસાદ

નાંદોદ: 16 MM

 તિલકવાડા: 15 MM

 દેડીયાપાડા: 08 MM

સાગબારા: 15 MM

 ગરૂડેશ્વર:03  MM

છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદના આંકડા

સંખેડામાં - ૨.૫ ઈંચ,

બોડેલી - ૧.૬ ઈંચ,

જેતપુરપાવી - ૧.૨ ઈંચ,

કવાંટ - ૧.૨ ઈંચ

નસવાડી - ૧ ઈંચ

છોટાઉદેપુર - ૦.૨ ઈંચ

પોરબંદરના રાણાવાવ શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો. એક ઇંચ વરસાદમાં રાણાવાવ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા હતા.

રાજકોટમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદર

રાજકોટમાં સવારથી ધીમી ધારે વરસાદ પડ્યો હતો.જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.રાજકોટના યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ, નાના માવા સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

સુરતમાં વરસાદની શરૂઆત થતા જ રોડ બેસી ગયો

સુરતમાં વરસાદની શરૂઆત થતા જ રોડ બેસી જતા મનપાની પોલ ખુલી ગઇ હતી. ગોડાદરા રોડ પર એક મહીના પહેલા જ બનેલો રોડ બેસી ગયો હતો.

આ સમાચાર શેર કરો