મોતનો ખાડો:વાપીના બે પરિવારો પર તૂટ્યું આભ, વરસાદી પાણી ભરેલા ખાડામાં પડતા ત્રણ બાળકોના મોત
વાપીના છરવાડા ગામમાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. છરવાડાના રમધઝાન વાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પલેક્ષમાં વસવા

વાપીના છરવાડા ગામમાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. છરવાડાના રમધઝાન વાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પલેક્ષમાં વસવાટ કરતા બે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મળતા અહેવાલ આ પરિવારના ત્રણ બાળકો રમતા રમતા વરસાદી પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા.
જુડવા ભાઈ બહેન અને પાડોશીની દીકરીનું મોત
હર્ષ સંદીપ તિવારી ઉંમર વર્ષ 7
રિદ્ધિ સંદીપ તિવારી ઉંમર વર્ષ 7
આરુષી રાજેશ સોલંકી ઉંમર વર્ષ 9
મોડે સુધી ત્રણેય બાળકો પરત ન ફરતા પરિવારમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. બાળકોને શોધવા માટે પરિવાર નીકડ્યો હતો, ત્યારે ક્યાંકથી અહેવાલ મળ્યા કે બાળકો વરસાદી પાણી ભરાયેલા ખાડામાં રમી રહ્યા હતા, ત્યાં પરિવારજનોએ બાળકોની શોધખોળ આદરી હતી, આ ખાડામાં ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.
ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા
ત્રણેય બાળકોને તેમના પરિવારે પાણીના ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ મામલે ડુંગરા પોલીસને જાણ થઈ હતી, ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડ્યા હતા. મૃતક બાળકોના પરિવારજનોનું આક્રંદ કંપાવનારું હતું.






