વિરમગામમાં પ્રેમપ્રકરણ મામલે શિક્ષકની જાહેરમાં હત્યામાં ત્રણની ધરપકડ
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં વેવાઈ-વેવાણના પ્રેમપ્રકરણમાં શિક્ષકની હત્યા કરવામ

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં વેવાઈ-વેવાણના પ્રેમપ્રકરણમાં શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. જેમાં વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા શિક્ષકની 27 જાન્યુઆરીએ કારમાં આવેલા આરોપીએ લાકડીના ફટકા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે વિરમગામ ટાઉન પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી
અમદાવાદના વિરમગામમાં વેવાણ સાથે મૈત્રી કરાર કરીને રહેતા શિક્ષક નરેશ ચાવડા (ઉં.વ. 40)ની 27 જાન્યુઆરીની રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતા. ઘટનાને પગલે વિરમગામ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે કલાભાઈ ગોહિલ, અજીત ગોહિલ અને જેસંગ કટારીયાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી.
આ પણ વાંચો : VIDEO: વિરમગામમાં પ્રેમપ્રકરણ મામલે શિક્ષકની જાહેરમાં હત્યા, જાણો શું છે મામલો
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, વિરમગામની કે. બી. શાહ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશ ચાવડાની દીકરીની સગાઈ શંખેશ્વરના હર્ષાબહેનના દીકરા સાથે દોઢ વર્ષ પહેલા સગાઈ નક્કી કરવામાં આવી હતી. જો કે, આ દરમિયાન નરેશને તેની દીકરીની થનારી સાસુ એટલે કે વેવાણ સાથે પ્રેમસંબંધ થયો હતો. જેને પગલે દીકરીની સગાઈ પણ તૂટી ગઈ હતી. જ્યારે નરેશ છેલ્લા 7-8 મહિનાથી વેવાણ સાથે મૈત્રી કરાર કરીને વિરમગામમાં રહેતો હતો. આ અંગે વેવાણના પતિ અને પરિવારજનોને જાણ થઈ હતી. સમગ્ર ઘટનામાં 27 જાન્યુઆરીએ મૈત્રી કરાર કરીને વેવાણ સાથે રહેતા શિક્ષક નરેશ ચાવડા પર હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. આ પછી નરેશ ચાવડાના પિતરાઈ ભાઈ નનુભાઈએ વિરમગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.






