મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરકારનો તઘલખી નિર્ણય: 107 ગામોના સાડા ત્રણ હજાર અગરીયાઓના અસ્તિત્વ પર જોખમ

ઘૂડખર અભયારણ્યના સર્વે સેટલમેન્ટ અહેવાલમાં સરકારે માત્ર 497 અગરીયાઓના હક્કોને માન્ય

સરકારનો તઘલખી નિર્ણય: 107 ગામોના સાડા ત્રણ હજાર અગરીયાઓના અસ્તિત્વ પર જોખમ

ઘૂડખર અભયારણ્યના સર્વે સેટલમેન્ટ અહેવાલમાં સરકારે માત્ર 497 અગરીયાઓના હક્કોને માન્ય રાખ્યાના અહેવાલ સામે આવ્યો છે. ગુજરાત દેશના કુલ મીઠા ઉત્પાદનમાંથી 76% મીઠું પકવે છે. આ 76% ટકામાંથી 31% મીઠું કચ્છના નાના રણમાં પાકે છે.

76% ટકામાંથી 31% મીઠું કચ્છના નાના રણમાં

ચોમાસા બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ માં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને કચ્છ જિલ્લાના 6 તાલુકાનાં 107 ઉપરાંત ગામોના પરંપરાગત અગરીયાઓ કચ્છના નાના રણમાં સ્થળાંતર કરી વડાગરું અને પોડા મીઠું પકવી તેમની ગુજરાન ચલાવે છે.

107 ગામોના અંદાજીત સાડા ત્રણ હજારથી વધુ અગરીયાઓ રણમાં મીઠું પકવવા નહીં જઈ શકે

સર્વે સેટલમેન્ટ અહેવાલ પછી રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, પાટણ , કચ્છના  107 ગામોના અંદાજીત સાડા ત્રણ હજારથી વધુ અગરીયાઓ રણમાં મીઠું પકવા નહિં જઈ શકે, કચ્છનું નાનું રણ 1973માં ઘૂડખર અભયારણ્ય તરીકે જાહેર થયું અને ત્યારબાદ 1997માં સર્વે અને સેટલમેન્ટ પ્રક્રિયા શરૂ કરી. સર્વે સેટલમેન્ટ પ્રક્રિયામાં માલિકી હક્ક ધરાવતા, લીઝ ધારકોના દાવાઓ સાંભળવામાં આવ્યા જ્યારે પેઢી દર પેઢીથી મીઠું પકવતા પરંપરાગત હજારો અગરીયાઓના દાવાઓ નામંજૂર કરવામાં આવ્યા, તેથી આગામી દિવસોમાં હજારો અગરિયા પરિવારો રોજી રોટી વગરના થઈ જવાનો ભય ઊભો થયો છે. 

આ સમાચાર શેર કરો