રાજકોટ પછી હવે સુરતમાં હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટ પછી હવે સુરતમાં હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેલ દ્વારા આ ધમકી મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ પછી હવે સુરતમાં હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેલ દ્વારા આ ધમકી મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સુરતમાં ડુમસ રોડ પર આવેલી લે મેરેડિયન હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઇમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. દિવાળી સમય દરમિયાન જ ધમકી મળતા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ડુમસ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે.
આ પહેલા લખનૌમાં પણ 10 હોટલને ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.ધમકી આપનારા ઇમેલમાં લખ્યુ, 'હોટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કાળી બેગમાં બોમ્બ સંતાડેલો છે. મને 55 હજાર ડૉલર જોઇએ નહીં તો બોમ્બ બ્લાસ્ટ કરી નાખીશ અને ચારે તરફ લોહી ઉડશે. બોમ્બને ડિફ્યૂઝ કરવાનો કોઇ પણ પ્રયાસ કરશે તો તેમાં બ્લાસ્ટ થશે.'
રાજકોટની 10 હોટલને મળી હતી ધમકી
રાજકોટની ફાઈવ સ્ટાર હોટલ, ઈમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, કાવેરી ભાભા, સિઝન્સ હોટલ અને ગ્રાન્ડ રેજન્સી હોટલ સહિતની હોટલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ગઇકાલે 12:45 વાગ્યે ધમકી ભર્યો મેઈલ મળતા જ પોલીસ દોડતી થઈ હતી અને તપાસ હાથ ધરી હતી.








