સુરતના VR મોલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી, 'મેઈલમાં લખાયું બચાવવા હોય તેટલાને બચાવી લો'
લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત સાથે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ચોક્કસ કરવા પ્રયત્ન કરાઈ રહ્યાં

લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત સાથે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ચોક્કસ કરવા પ્રયત્ન કરાઈ રહ્યાં છે. ત્યારે સુરતના ડુમસ રોડ પર આવેલા વી.આર. મોલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા આઈડી પરથી મેઈલ કરવામાં આવ્યો છે. જેમાં લખાયું છે કે, જેટલાને બચાવવા હોય તેટલાનો બચાવી લો...આ મેઈલથી ગભરાહટનો માહોલ છવાઈ ગયો છે. સાથે જ મોલને ખાલી કરી દેવામાં આવ્યો છે.
પોલીસ કાફલો ગોઠવી દેવાયો
ડુમસ રોડ પર આવેલા વી.આર. મોલને ધમકી ભર્યો મેઈલ કરવામાં આવ્યો છે. આ વાતથી ભારે ગભરાહટ સાથે મોલને ખાલી કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસની વિવિધ ટીમ સાથે સમગ્ર મોલની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ મોલની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મેઈલમાં શું લખાયું હતું
અજાણ્યા ઈમેઈલ એડ્રેસ પરથી આવેલા મેઈલમાં ડુમસ મોલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ એવું પણ લખવામાં આવ્યું છે કે, જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો..બ્લાસ્ટ કરવામાં આવશે. આ અંગેની જાણ થતાં ઉમરા પોલીસ સ્ટેશન સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં છે.








