મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ધોળા દિવસે જવેલર્સની દુકાનને લૂંટનારા ઝડપાયા, ગ્રામ્ય પોલીસે લૂંટારુઓને છેક યુપીથી દબોચ્યા

રાજ્યના વિકસિત શહેર અમદાવાદમાં પણ જાણે કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી હોય તેવી

અમદાવાદમાં ધોળા દિવસે જવેલર્સની દુકાનને લૂંટનારા ઝડપાયા, ગ્રામ્ય પોલીસે લૂંટારુઓને છેક યુપીથી દબોચ્યા

રાજ્યના વિકસિત શહેર અમદાવાદમાં પણ જાણે કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં ગુરૂવારે(2 ફેબ્રુઆરી) જ્વેલર્સની દુકાને ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ થઈ હતી. જે સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ત્યાર બાદ પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

શું હતી સમગ્ર ઘટના? 

અમદાવાદમાં સાઉથ બોપલ વિસ્તારમાં ગુરૂવારે(2 ડિસેમ્બરે) ધોળા દિવસે લૂંટ કરવામાં આવી હતી. બે-ત્રણ લોકો હેલ્મેટ પહેરીને કનકપુરા જ્વેલર્સમાં ઘુસી ગયાં હતાં જ્યાં લૂંટારૂઓએ દુકાનમાં હાજર તમામ લોકોને બંદૂકની અણીએ ધમકાવીને ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને લઈ ગયા હતાં. સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાને હાજર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ પાસે ખુલ્લી તલવારો સાથે આતંક મચાવનાર 5 શખ્સો ઝડપાયા

પોલીસે 4 લૂંટારુઓની ધરપકડ કરી

સમગ્ર ઘટનાની ફરિયાદ બાદ પોલીસે તપાસ લૂંટારાઓને શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જે માટે અમદાવાદ એસ.પી.રિંગરોડ તરફ જતા રોડ પર પોલીસે નાકાબંધી કરી હતી. જ્વેલર્સની દુકાન તેમજ આસપાસના સીસીટીવી કેમેરાની દ્વારા લૂંટારાઓને પકડવા માટેની તપાસ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 લૂંટારૂની ધરપકડ કરી. આ લૂંટારુઓને ગુજરાતથી દૂર છેક યુપીથી પકડવામાં આવ્યા છે.

મુદ્દામાલ કબ્જે કરવાની તજવીજ શરૂ

લૂંટારુઓ લૂંટ કરીને બાઈક લઈને છેક યુપીના ગાઝિયાબાદ સુધી ગયા હતા. પોલીસ દ્વરા તપાસનો ધમધમાટ શરૂ કરી લૂંટના તાર જોડીને યુપી જઈને ચારે આરોપીઓને દબોચવામાં આવ્યા હતા. આરોપીઓની સખત પૂછ પરછ કરીને લૂંટેલો મુદ્દામાલ કબજે કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ચારે આરોપીઓ સિક્યુરિટી ગાર્ડ હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો