સાબરમતી જેલમાં ‘એક નવી ઉમ્મીદ’ કાર્યક્રમ યોજાયો, કેદીઓના બાળકોને સારા પરિણામ માટે કરાયા પુરસ્કૃત
રાજ્યની અલગ અલગ જેલોમાં જુદા જુદા ગુનામાં સજા કાપી રહેલા બંદીવાન તથા કેદીઓના પરિવારના

રાજ્યની અલગ અલગ જેલોમાં જુદા જુદા ગુનામાં સજા કાપી રહેલા બંદીવાન તથા કેદીઓના પરિવારના બાળકો માટે જેલ તંત્રે નવી પહેલ શરુ કરી છે. બંદીવાનના બાળકો ધોરણ 10 અને 12 કે તેનાથી વધુ અભ્યાસમાં સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થયા હોય તેવા બાળકોને આજે પ્રશંસાપત્ર તથા રોકડ ઇનામ જેલ તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે.
સુશાસન દિનની ઉજવણીના ભાગરૂપે સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રાજ્યની અલગ અલગ જેલોમાં રહેલા બંદીવાનોના બાળકો કે જેમણે વર્ષ 2024માં ધોરણ 10 અને 12 કે તેનથી ઉચ્ચ અભ્યાસ ક્રમોમાં ઉતિર્ણ થયા હોય તેવા 39 બાળકોને પ્રશંસાપત્ર અને રોકડ ઇનામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સુરત પોલીસ શી ટીમની અનોખી પહેલ રંગ લાવી, બે બાળકીઓ સાથે છેડતી કરતા શિક્ષકની ધરપકડ થઈ
જેમાં રાજ્યની જેલોના વડા DGP ડો. કે.એલ.એન.રાવ તેમજ શિક્ષણવિદ ડોક્ટર ઇન્દુબેન રાવ, આઇજીપી અશ્વિન ચૌહાણ અને અમદાવાદ મધ્ય જેલના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં બંદીવાન અને તેમના પરિવારજનોની હાજરીમાં “એક નવી ઉમ્મીદ” સમારોહ યોજાયો હતો. જેમાં બાળકોને અને તેમના પરિવારના સભ્યોને શુભેચ્છા પાઠવવામાં આવી. તદુપરાંત બંદીવાનના એવા બાળકો કે જેઓ એન્જીયરિંગ અને મેડીકલ ક્ષેત્રે આગળ અભ્યાસ કરવા માંગતા હોય તેમના માટે શિષ્યવૃતિ આપવા માટેનું આયોજન પણ જેલ તંત્ર દ્વારા કરાયું છે.
ઉલ્લેખનીય છે કે કેદીઓ પોતાની સજા પૂર્ણ કરી બહાર નીકળી સમાજમાં પુનરુથાન મેળવે તે માટે વિવિધ કૌશલ્ય યુક્ત તાલીમ પણ જેલમાં આપવામાં આવી રહી છે.






