રાજ્યની આ પાલિકાનું 72 કલાકમાં કપાઈ જશે વીજકનેક્શન, વિદ્યુત વિભાગે ફટકારી આકરી નોટીસ
ગુજરાતની આ નગરપાલિકામાં અંધેર નગરી જેવો વહીવટ ચાલી રહ્યો છે. ટેક્સ ચૂકવ્યા બાદ

ગુજરાતની આ નગરપાલિકામાં અંધેર નગરી જેવો વહીવટ ચાલી રહ્યો છે. ટેક્સ ચૂકવ્યા બાદ પણ લોકોને તૂટેલા રસ્તાઓ, ખાડા, રખડતા ઢોરો, ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તમે તો ટેક્સ ભરી દો, પરંતું શું તમારી પાલિકા ટેક્સ ભરે છે.?
બનાસકાંઠાની થરાદ નગરપાલિકાએ ભર્યું જ નથી વીજ બીલ
ગુજરાત રાજ્યના બનાસકાંઠાની થરાદ નગરપાલિકામાં માતબર રકમનું વીજ બીલ બાકી હોવાનુ સામે આવ્યું છે. તાલુકાની સંકલનની મિટિંગમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો: VIDEO: આણંદમાં બે કાર વચ્ચે થઈ ભયાનક ટક્કર, દુર્ઘટનામાં એક કાર બ્રિજ પરથી નીચે ખાબકી
જો આગામી 72 કલાકમાં વીજબીલ નહિ ભરે તો વીજ કનેક્શન કપાશે
બેઠકમાં વિધુત બોર્ડના ઈજનેરે મામલતદાર સમક્ષ કરતા જણાવ્યું કે નગરપાલિકાનુ 2 કરોડ 93 લાખ 61 હજારનું વીજબીલ બાકી છે. અને જો આગામી 72 કલાકમાં વીજબીલ નહિ ભરે તો વીજ કનેક્શન કાપવાની નોટિસ આપવામા આવી છે.






