મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોબાઈલમાં મશગૂલ રહેતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો, સુરતમાં જે બન્યું એ જાણીને તમે હાથ જોડી જશો

આજકાલ મોબાઈલ જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. ત્યારે લોકો સતત મોબાઈલ પર વાત કરતાં જોવા

મોબાઈલમાં મશગૂલ રહેતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો, સુરતમાં જે બન્યું એ જાણીને તમે હાથ જોડી જશો

આજકાલ મોબાઈલ જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. ત્યારે લોકો સતત મોબાઈલ પર વાત કરતાં જોવા મળતાં હોય છે. વાત કરતાં કરતાં ઘણાને ચાલવાની ટેવ હોય છે. તો ઘણા કઈ જગ્યાએ છે તે પણ ભૂલી જતાં હોય છે. ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવક મોબાઈલમાં વાત કરતાં કરતાં ભાન ભૂલી ગયો હોય તે રીતે યમરાજનો ભેટો થઈ ગયો હતો.

માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી

ગોડાદરામાં રહેતો 22 વર્ષીય કવિકુમાર શાહ મોબાઈલ પર વાત કરતા કરતા નીચે પટકાયો હતો. બીજા માળેથી નીચે પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી કવિકુમારને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કવિકુમારને મૃત જાહેર કર્યો હતો. 

પત્ની સાથે વાત કરતાં હતાં

પવનકુમારે કહ્યું કે,તે મારા જીજાજી હતાં. બીજા માળેથી ઉભા ઉભા અને ચાલતા ચાલતાં વાત કરતાં હતાં. રાત્રિના 12 વાગ્યા આસપાસ પોતાની પત્ની સાથે વાત કરતાં હતાં. તેઓ મૂળ બિહારના વતની છે. એમ્બ્રોઈડરીના ધાગાનું કામ કરતાં હતાં. તેમના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો