મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડઃ અગ્રણી કોંગ્રેસ નેતાના ભાણાએ ભૂપેન્દ્ર ઝાલાને આપ્યો હતો આશ્રય! વેશ પલટો કરી CIDએ આ રીતે ઝડપ્યો

ભુપેન્દ્ર ઝાલાને આશ્રય આપવામાં નવો ખુલાસો થયો છે. છેલ્લા કેટલાય સમયથી નાસતો ફરતો

BZ કૌભાંડઃ અગ્રણી કોંગ્રેસ નેતાના ભાણાએ ભૂપેન્દ્ર ઝાલાને આપ્યો હતો આશ્રય! વેશ પલટો કરી CIDએ  આ રીતે ઝડપ્યો

ભુપેન્દ્ર ઝાલાને આશ્રય આપવામાં નવો ખુલાસો થયો છે. છેલ્લા કેટલાય સમયથી નાસતો ફરતો BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા મહેસાણાના દવાડા ફાર્મ હાઉસ ઉપર 10 દિવસ રોકાયો હતો. કિરણસિંહના ફાર્મ હાઉસ ઉપર ત્રણ તબક્કામાં ભુપેન્દ્ર ઝાલા 10 દિવસ જેટલો સમય ફાર્મમાં રોકાયો હતો. સીઆઇડી ક્રાઈમને બાતમી મળતાં એ ચાર દિવસથી મહેસાણામાં ધામા નાંખ્યા હતા. સતત ચાર દિવસ દરમ્યાન સીઆઇડી ક્રાઈમ વેશ પલટો કરીને તેની ઉપર નજર રાખી હતી.  

કિરણસિંહની એક સોશિયલ મીડિયા પોસ્ટ હાલમાં વાયરલ થઈ રહી છે. કિરણ સિંહ કોંગ્રેસના અગણી નેતાને પોતાના મામા દર્શાવી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ પણ વાંચોઃ BZ કૌભાંડઃ ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર ઝડપાયો, CIDએ ભવાની સેના ગુજરાત અધ્યક્ષને દબોચ્યો

જણાવી દઈએ કે, છેલ્લા 1 મહિનાથી નાસતો ફરતો ભૂપેન્દ્રસિંહ ઝાલ અને કિરણસિંહને પકડી લેવામાં સીઆઈડી ક્રાઈમને સફળતા મળી છે. પોલીસે વેશપલટો કરીને ગઈ કાલે સાંજે મહેસાણાના દવાડા ગામ ખાતે આવેલા કિરણસિંહના ફાર્મ પરથી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી હતી. સાથે કિરણસિંહ પણ ઝડપાયો હતો. 

આ પણ વાંચોઃ BZ કૌભાંડઃ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના મહિલા PI સાથે હતા ખાસ સંબંધ, સગાઈ સુધી પહોંચી હતી વાત- સૂત્રો

ભુપેન્દ્રસિંહ ઝાલાના મળતિયાઓ સાથેના વારંવારના કિરણસિંહના સંપર્કને પગલે પોલીસે આશંકા ગઈ હતી. કિરણસિંહ સાથે મળતિયાઓના સંપર્કે CID ક્રાઈમને ભુપેન્દ્રસિંહ ઝાલા સુધી પહોંચાડી હતી. સીઆઇડી ક્રાઈમે ભુપેન્દ્ર ઝાલા બાદ કિરણસિંહ ચૌહાણની અટકાયત કરી છે. કિરણસિંહ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેની તપાસ થશે. ભૂપેન્દ્ર ઝાલાની મદદગારી બદલ કિરણસિંહની ધરપકડ થઈ શકે છે. હાલમાં કિરણસિંહની ક્રાઈમ બ્રાન્ચે શરણ આપવા બદલ અટકાયત કરી છે. 

જણાવી દઈએ કે, કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અભરખો છે. કિરણસિંહ ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે. BZ પોન્ઝી સ્કીમમાં કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઇડી ક્રાઈમને આશંકા છે. 

ઉલ્લેખનીય છે કે સીઆઇડી ક્રાઇમને  હિંમતનગરમાં બીઝેડના નામે ચાલતા પોન્ઝી સ્કેમ અંગેની અરજી મળી હતી. જેના આધારે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો કે પોલીસ ફરિયાદ નોંધીને ધરપકડ કરે તે પહેલા જ ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઇ ગયો હતો.  આ દરમિયાન પોલીસે તેના મુખ્ય એજન્ટ મયુર દરજી સહિત અનેક એજન્ટોની ધરપકડ કરીને ભુપેન્દ્રસિંહની ઝડપી લેવા માટે અન્ય રાજ્યોમાં પણ તપાસ કરવાની સાથે લુક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી. 

બીજી તરફ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થતા હવે તેની પુછપરછમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે. કરોડો રૂપિયાના કૌભાંડની રકમમાંથી તેણે હિંમતનગર સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગ્રોમોરની ખરીદીની ડીલ કરી હતી. જે પૈકી તેણે રૂપિયા ૨૮ કરોડનો પ્રથમ હપતો પણ ટ્રસ્ટીઓને ચુકવ્યો હતો. પરંતુ, ગ્રોમોર એજ્યુકેશનની મિલકતોને ગીરવે મુકીને ૧૦ કરોડ  રૂપિયા બીઝેડ ફાઇનાન્સમાં ટ્રાન્સફર કર્યા હતા. આ કેસની તપાસમાં પોલીસે ૧૦ કરોડ રૂપિયા લક્ઝુરીયસ કાર અને કરોડો રૂપિયાની મિલકતો જપ્ત કરી હતી.

આ સમાચાર શેર કરો