સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલનો જ નથી, અકસ્માતોની સંખ્યા વધી હોવાનો શહેરીજનોનો આક્ષેપ
સુરેન્દ્રનગર શહેર હવે મહાનગરનો દરજ્જો ધરાવે છે, પરંતુ ટ્રાફિક સિગ્નલોનો અભાવ હજુ પણ એક મોટી

સુરેન્દ્રનગર શહેર હવે મહાનગરનો દરજ્જો ધરાવે છે, પરંતુ ટ્રાફિક સિગ્નલોનો અભાવ હજુ પણ એક મોટી સમસ્યા બની રહ્યો છે. શહેરમાં એક પણ ટ્રાફિક સિગ્નલ નથી, જેના કારણે ટ્રાફિક નિયંત્રણમાં મુશ્કેલી સર્જાય છે. દર વર્ષે અકસ્માતોના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે, જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે.
મહત્વના પોઇન્ટ્સ પર ટ્રાફિક સિગ્નલો જ નથી
નાગરિકો અને શહેરીજનોમાંથી એવી માંગ ઉઠી છે કે મહાનગરપાલિકાએ શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે હેડલમ રોડ, ઉપાસના સર્કલ, પતરાવાળી ચોક, ટાવર ચોક, રતનપર, ગેબનશાપીર સર્કલ સહિતના મહત્વના પોઇન્ટ્સ પર ટ્રાફિક સિગ્નલો મૂકવા જોઈએ.
શહેરીજનોનો આરોપ છે કે અકસ્માતોની સંખ્યામાં વધારો
આવા સિગ્નલો ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવામાં અને અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. સુરેન્દ્રનગરને મહાનગર બનાવવાની સાથે આવશ્યક સુવિધાઓ પૂરી પાડવી પણ જરૂરી છે, અને ટ્રાફિક સિગ્નલોની સ્થાપના તેમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.






