મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં એક જ રાતમાં પાંચ ACના કોમ્પ્રેસરની ચોરી, રિક્ષામાં તસ્કરો આવીને થઈ જતા ફરાર

સુરતમાં હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે જેમ જેમ આ મંદી ઘેરી બ

સુરતમાં એક જ રાતમાં પાંચ ACના કોમ્પ્રેસરની ચોરી, રિક્ષામાં તસ્કરો આવીને થઈ જતા ફરાર

સુરતમાં હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે જેમ જેમ આ મંદી ઘેરી બનતી રહી છે. તેમ તેમ ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં એક જ રાત્રિમાં પાંચ એસીના કોમ્પ્રેસરની ચોરી થઈ હોવાનું સામે આવ્યુ છે. આ ચોરી વરાછા પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર નજીકના વિસ્તારમાં બની હતી. જેથી પોલીસ પેટ્રોલિંગના નામે થઈ ઉતરી વેઠ સામે લોકોએ સવાલો ઊભા કર્યા છે.

તસ્કરો રિક્ષામા આવતો

સરથાણા પુરૂષાર્થ સોસાયટીમાં રહેતાં રાજેશ લાલજી પટેલ વરાછા મેઈન રોડ ઉપર કૃષ્ણનગર સોસાયટીનાં પહેલા માળે બ્યુટી હાઉસના નામે કોસ્મેટિક સામગ્રીની દુકાન ધરાવે છે. ગતરોજ સવારે 10 વાગ્યે દુકાન ખોલવા પહોંચેલાં આ વેપારીને દુકાનની બહાર લગાવેલું એસીનું આઉટડોર ગાયબ જોવા મળ્યું હતું. તેનું દુખ મનાવે તે પહેલાં પાડોશમાં દુકાન ધરાવતાં અશ્વિન ભોજાણી આવ્યા હતા. અશ્વિનભાઈની દુકાનની બહાર કાઢવામાં આવેલું એસીનું આઉટડોર પણ ચોરી થયાનું જણાવ્યું હતું. એક જ રાતમાં બંનેની દુકાનની બહાર લગાવેલાં એસીના આઉટડોર ચોરી થયાને લઈ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધવા જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, થોડેક દૂર આવેલી રૂદ્રાક્ષ રેસિડેન્સીમાં આવેલી બીજી ચાર દુકાનો બહારથી પણ પાંચ આઉટડોર ચોરી થયા હતા.

નવી મોડસ ઓપરેન્ડી

સમીર શાહ, જયદીપ દઢાણિયા, કપિલ રાણિંગાની દુકાન બહારથી એક-એક તથા સુકેતુ બુટાણીની દુકાન બહારથી બે એસીના આઉટડોર ચોરી થઈ હોય વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે છ દુકાનમાંથી ચોરી થયેલાં 7 આઉટડોરની 1.25 લાખ રૂપિયા કિંમત આંકી હતી. તે સાથે જ નવી મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો