અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે લગાવાયેલા ડિવાઈઝ પણ સુરક્ષિત નથી, ઇમરજન્સી કોલ બોક્સ અને CCTVની ચોરી
Ahmedabad News : અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે લગાવાયેલા ડિવાઈઝ પણ સુરક્ષિત નથી. ગોમતીપુરમાં પોલીસ

Ahmedabad News : અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે લગાવાયેલા ડિવાઈઝ પણ સુરક્ષિત નથી. ગોમતીપુરમાં પોલીસે લગાવેલા ઇમરજન્સી કોલ બોક્સ અને CCTVની ચોરી થઈ છે. નિર્ભયા પ્રોજેકટ અંતર્ગત લગાવાયેલા રૂ.80,000ની કિંમતના આ ઇમરજન્સી કોલ બોક્સ ડિવાઈઝની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે થોડા સમય પહેલા જ અલગ અલગ વિસ્તારોમાં ઈમરજન્સી કોલ બોક્ષ લગાવવામાં આવ્યા હતા. જેમાં શહેરના નાગરિકો પોલીસની જરૂર પડે ત્યારે માત્ર એક બટન દબાવી પોલીસ સુધી પહોંચી શકે અને પોલીસ તેઓની ત્વરીત મદદ કરી શકે. પરંતુ અમદાવાદમાં લગાવવામાં આવેલા ઈમરજન્સી કોલ બોક્ષના કેમેરાની ચોરી થયાની ઘટના સામે આવી છે.
ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી પટેલ પરમાનંદની ચાલી બહાર લગાવેલા ઈમરજન્સી કોલ બોક્ષના CCTVની અજાણ્યા વ્યક્તિએ ચોરી કરી હતી. આ બાબતની જાણ થતા પોલીસે 80 હજારની કિંમતના કેમેરાની ચોરી અંગે ગુનો દાખલ કર્યો છે. નાગરિકોની સુરક્ષા માટે લગાવવામાં આવેલા ઈમરજન્સી કોલ બોક્ષ પણ સુરક્ષિત ન હોય તેવુ આ ઘટના પરથી લાગી રહ્યું છે.






