ભાવનગર / કોળીયાકના દરિયામાં યુવક તણાયો, રેસ્ક્યુની કામગીરી શરૂ
ભાવનગર નજીકના કોળીયાકના દરિયામાં ન્હાવા પડેલો ભાવનગરનો યુવક તણાયો હતો. તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ

ભાવનગર નજીકના કોળીયાકના દરિયામાં ન્હાવા પડેલો ભાવનગરનો યુવક તણાયો હતો. તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ભાવનગરના કોળીયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના સમુદ્રમાં ન્હાવા પડેલા ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના હિતેશભાઈ દિલીપભાઈ રાઠોડ નામનો યુવક દરિયાના પાણીમાં અચાનક તણાયો હતો અને ડૂબવા લાગ્યો હતો.
સ્થાનિક લોકો જોઈ જતા તંત્રને જાણ કરવાં આવી હતી. મરીન પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાની ટીમ રેસ્ક્યુ હાથ ધરવામાં, જો કે યુવકનો પતો લાગ્યો નથી.






