મહુધા તાલુકાના મહિસા ગામે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, સાસુ-નણંદ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
મહુધા તાલુકાના મહિસાની પરિણીતાએ સાસુ, સસરા અને નણંદના ત્રાસથી કંટાળી ગળે ફાંસો

મહુધા તાલુકાના મહિસાની પરિણીતાએ સાસુ, સસરા અને નણંદના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા લીધો છે. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ત્રણેય સાસરિયાં વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. માતર તાલુકાના સંધાણામાં રહેતા મહેશ ઝાલાની દીકરીના લગ્ન વર્ષ ૨૦૧૮માં મહુધા તાલુકાના મહિસામાં રહેતા હિતેશરા સોઢા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક દીકરીનો જન્મ થયો હતો. પરિણીતાને સસરા રાવજીભાઈ તેમજ સાસુ જયાબેન ઘર કામ જેવી નજીવી બાબતે ઝઘડો કરી ત્રાસ ગુજરાતા હતા. જ્યારે નણંદ કાજલબેન પિયરમાં આવે ત્યારે ચડવણી કરી હેરાનગતિ કરતી હતી.
યુવતીએ પિતાને ફોન કરી કહ્યું સાસરીયનો ત્રાસ વધી ગયો છે હું આત્મહત્યા કરૂ છું
આ મામલે યુવતીએ પિતાને જાણ કરી હતી. પિતાએ સમજાવટ બાદ દીકરીને સાસરીમાં પરત મોકલી હતી. છતાં સાસુ, સસરાનો ત્રાસ યથાવત રહ્યો હતો. તા.૨૦ સપ્ટેમ્બરના રોજ યુવતીએ પિતાને ફોન કરી સાસુ, સસરા તથા નણંદનો ભારે ત્રાસ છે જેથી હું કંટાળી ગઈ છું, ના છૂટકે મારે આપઘાત કરવો પડશે તેમ કહેતા પિતા મહેશભાઈએ દીકરીને સાસુ સસરાને આવીને સમજાવવાની હૈયા ધારણા આપી હતી.
પ્લાસ્ટિકની દોરીથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
યુવતીએ ઘરના પાછળના ભાગે લોખંડની પાઇપ સાથે પ્લાસ્ટિકની દોરીથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિણીતાના પિતા સહિત પિયરયા મહીસા ગામે દોડી ગયા હતા. આમ યુવતીે તેના સાસુ-સસરા અને નણંદે આપઘાત કરવા મજબૂર કરી હોવાની યુવતીના પિતાએ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.






