ગુજરાતમાં પહેલીવાર ભજવાશે 'જગન્નાથ ભગવાનની કથા', નાટકમાં જોવા મળશે જગન્નાથપુરીનો રથ
ભગવાન જગન્નાથની ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. આ દિવ

ભગવાન જગન્નાથની ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. આ દિવસે જગન્નાથપુરીની જેમ જ આખું અમદાવાદ ભગવાન જગન્નાથના રંગમાં રંગાઈ જાય છે. અમદાવાદમાં આવું જ દિવ્ય વાતાવરણ આગામી 9 નવેમ્બરે સર્જાવા જઈ રહ્યું છે. કારણકે ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદમાં 9 નવેમ્બરે ભવ્ય અને દિવ્ય આદ્યાત્મિક નાટક 'ભગવાન જગન્નાથ કથા'નું મંચન થવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથ કથા : રેમી એવોર્ડ વિનરના ભવ્ય નાટકનો ગુજરાતમાં પ્રથમ શો યોજાશે, સ્ટેજ પર અનુપ જલોટાના સ્વરે આરતી અને જગન્નાથપુરીનો રથ
9 નવેમ્બરે શનિવારે સાંજે 7 વાગ્યે અમદાવાદના દિનેશ હોલમાં રજૂ થશે
ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય અને ભંડીરા થિયેટર ગ્રુપ દ્વારા કલાસ્મૃતિના સહયોગથી 9 નવેમ્બરે શનિવારે સાંજે 7 વાગ્યે અમદાવાદના દિનેશ હોલમાં રજૂ થનારા આ નાટકમાં જગન્નાથજીની આરતી પ્રસિદ્ધ ગાયક અનુપ જલોટાએ ગાઈ છે.
4 ફુટનો રથ મંચ પર રજૂ કરવામાં આવશે
નાટકમાં ભગવાન જગન્નાથ, ભાઈ, બલરામ અને બહેન સુભદ્રાની જગન્નાથપુરીમાં બનાવવામાં આવે છે. તેવી જ ચલ વિગ્રહ-કાષ્ઠ પ્રતિમાઓ તેમજ 4 ફુટનો રથ મંચ પર રજૂ કરવામાં આવશે. આ નાટકનું લેખન-દિર્ગદર્શન રેમી એવોર્ડ વિજેતા લેખક-એક્ટર ધનંજય કપૂરે કર્યું છે. અહીં ક્લિક કરીને આ નાટક જોવા માટે ફ્રી રજિસ્ટ્રેશન કરાવી શકો છો.






