વડોદરા જિલ્લા ભાજપમાં બધું સારું નથી?, ધારાસભ્ય અને કાઉન્સિલર વચ્ચે પોસ્ટર વોરથી રાજકારણમાં આવ્યો ગરમાવો
વડોદરા જિલ્લા ભાજપમાં બધું ઠીક-ઠાક નથી ચાલી રહ્યું, મળતા અહેવાલ પ્રમાણે રાજ્

વડોદરા જિલ્લા ભાજપમાં બધું ઠીક-ઠાક નથી ચાલી રહ્યું, મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના ડભોઈના ધારાસભ્ય અને વોર્ડ-15ના કાઉન્સિલર વચ્ચે સોશિયલ મીડિયા યુદ્ધ શરૂ થયું છે. છેલ્લા કેટલાક સમયથી કોઈક મુદ્દાને લઈને શૈલેષ શોટા અને કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે મતભેદ છે.
કાઉન્સિલરની પોસ્ટ બાદ ધારાસભ્યએ પણ વળતી પોસ્ટ કરી
એક સમયે ધારાસભ્યના ખાસ મનાતા એવા કાઉન્સિલરની પોસ્ટ બાદ ધારાસભ્યએ પણ વળતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટરવોરના કારણે ભાજપના અન્ય નેતાઓમાં પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.
ઘારાસભ્ય અને કાઉન્સિલર વચ્ચેના સંબધોમાં આવી તિરાડ
ડભોઈ ધારાસભ્યના નજીક ગણાતા કોર્પોરેટરે પોસ્ટમાં આકરા ચાબખા માર્યા હતા. પોસ્ટમાં લખ્યું હતું કે આજકાલ જે લોકો બળાત્કારના ગુનેગાર માટે ગંભીર સજા માંગે છે, તે લોકોએ પોતે કરેલા ગુનાહ પણ અરીસા સામે ઉભા રહી કબુલી લેવા, ત્યારબાદ સલાહ આપવી. બન્ને વચ્ચેની તિરાડ પડ્યાની ચર્ચા ભાજપ સહિત રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.
ભાજપના બન્ને નેતાઓ લાંબા સમયથી એકબીજા સાથે સંકળાયેવલા છે, પરંતુ કોઈકારણસર બન્નેના સંબોધોમાં ખટાશ આવી ગઈ છે, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે બન્ને નેતાઓના સંબધમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં.






