પલસાણા/ ડાભા ગામના ખેતરમાંથી યુવકનો સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ, હત્યા થયાની આશંકા
સુરત જિલ્લાના પલસાણા તાલુકા ડાભા ખરભાસી ગામે એક યુવકનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ

સુરત જિલ્લાના પલસાણા તાલુકા ડાભા ખરભાસી ગામે એક યુવકનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસે યુવકની હત્યા થઈ હોવાનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ આરોપીઓને ઝડપવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ખેતરમાંથી મળ્યો મૃતદેહ
પલસાણા તાલુકાના ડાભા ખરભાસી ગામે હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. શેરડીના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.ખરભાસી નજીક મુકેશભાઈ ભાવસારના ખેતરના મુખ્ય માર્ગ પર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ખેતર માલિક દ્વારા કડોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગળેટૂંપો આપ્યાની આશંકા
ઘટના સ્થળે પહોંચેલી કડોદરા પોલીસે તપાસ કરતા યુવકને ગળે ટૂંપો આપી હત્યા કરી સળગાવી દીધો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. કડોદરા પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. તેમજ ઘટના અંગે પુરાવાઓ એકત્રિત કરવા એફએસએલ ટીમની પણ મદદ લેવામાં આવી હતી. હત્યાની આશંકા હોય પ્રાથમિક તબક્કે કડોદરા પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી મૃતક યુવકની ઓળખ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.








