મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગરીબ બાળકોના જીવનમાં દિવાળીનો પ્રકાશ, સુરતમાં જરૂરિયાતમંદોને કપડા ને બાળાશ્રમના બાળકો સાથે ફટાકડા ફોડાયા

દિવાળીએ રોશનીનું પર્વ છે. સૌ કોઈ આ પર્વની ધામધૂમપર્વક ઉજવણી કરતા હોય છે. ત્યારે ગરીબ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્

ગરીબ બાળકોના જીવનમાં દિવાળીનો પ્રકાશ, સુરતમાં જરૂરિયાતમંદોને કપડા ને બાળાશ્રમના બાળકો સાથે ફટાકડા ફોડાયા

દિવાળીએ રોશનીનું પર્વ છે. સૌ કોઈ આ પર્વની ધામધૂમપર્વક ઉજવણી કરતા હોય છે. ત્યારે ગરીબ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા બાળકો માટે આ રોશનીનો પર્વ એક સ્વપ્ન સમાન હોય છે. પરંતુ તેમના આ સ્વપ્નને સાકાર કરવા માટે સેવાભાવી સંસ્થાઓ અને સખાવતીઓ આગળ આવ્યા છે. જેઓએ બાળકોને કપડાની દુકાનમાં લઈ જઈને કપડા અપાવવાની સાથે સાથે તેમના મોં પણ મીઠા કરાવવામાં આવ્યાં હતાં.તો સાથે સખાવતી દ્વારા દિવાળી પર તેમના અન્ય ખર્ચ બચાવી બાળાશ્રમના બાળકોના જીવનમાં ખુશીની ક્ષણો લાવવાનો પ્રયાસ કર્યો. સ્વપ્નિલ અને તેની ટીમ વેસુમાં બાળાશ્રમ પહોંચી અને ત્યાં બાળકો સાથે સમય વિતાવ્યો અને દિવાળીની ઉજવણી કરી હતી.

રતન ટાટાથી પ્રભાવિત થઈ ઉજવણી

યુવા ઉદ્યોગસાહસિક અને અટારા કંપનીના સ્થાપક સ્વપ્નિલ જૈને કહ્યું કે, રતન ટાટાથી પ્રેરિત થઈને અને તેમને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી તેણે આ પહેલ શરૂ કરી છે. આ વખતે દિવાળી સમાજને કઈક આપીને ઉજવવાના નિર્ણય સાથે અન્ય ખર્ચ બચાવીને બાળાશ્રમના બાળકો પાછળ ખર્ચવાનું નક્કી કર્યુ હતું.  શનિવારે તેઓ અને તેમની આખી ટીમ વેસુ સ્થિત બાળાશ્રમ પહોંચી હતી. અહીં બાળકોને ભોજન કરાવવામાં આવ્યું, નવા કપડાં ભેટમાં આપ્યા અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી. આ ઉપરાંત બાળકો કંઈક નવું શીખી શકે તે માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળાશ્રમને રોશની થી સજાવવામાં આવ્યો હતો.

દુકાનમાં રૂબરૂ લઈ જવાયા

સુરત દિવ્યપથ દ્વારા ફૂટપાથ પર રહેતા વિચરતી જાતિના બાળકો માટે ચાલતી ફરતી શાળા  પ્રમુખસ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર " અને અન્ય 40 જેટલાં ગરીબ બાળકોને રૂબરૂ ગારમેન્ટ ની દુકાનમાં લઈ જઈ પોતાને પસંદ હોય તેવા કપડાં અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અડાજણ, પાલ, જહાંગીરપુરા વિસ્તારના ગરીબ બાળકોને રામનગર ખાતે દુકાનમાં રૂબરૂ લઈ જવામાં આવ્યા હતા. આ સમયે બાળકોના ચહેરા તહેવારની રોશની જોવા મળી હતી. 

બાળકોના ચહેરા ચમક્યા

દિવ્ય પથ દ્વારા બાળકોના ચહેરા પર દિવાળીના આનંદના દર્શન કરવાનો આ એક સંવેદનશીલ પ્રયાસ છે. આજે બાળકોને એમના આનંદ ચહેરાને જોતા સૌ સાક્ષાત ભગવાનને વાઘા અર્પણ કર્યા હોય તેવી અનુભૂતિ થઈ હતી. આ બાળકોને કપડાની સાથે બુટ - ચપ્પલ અને ફટાકડા પણ આપવામાં આવ્યા હતાં.

આ સમાચાર શેર કરો