મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ICUમાં ભૂવો વિધી કરી ફરાર થઈ ગયો, ને હોસ્પિટલતંત્ર હવે જાગ્યું! જુઓ શું આદેશ આપ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવા દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવતી હોય તેવો વીડિ

અમદાવાદ: ICUમાં ભૂવો વિધી કરી ફરાર થઈ ગયો, ને હોસ્પિટલતંત્ર હવે જાગ્યું! જુઓ શું આદેશ આપ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવા દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે, હવે તેના પર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષીની પ્રતિક્રિયા સામે આવી છે.

ભૂવો દર્દીના સગા સંબંધી બનીને હોસ્પિટલમાં ગયો

રાકેશ જોષીએ જણાવ્યું કે  પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા ભૂવો દર્દીના સગા સંબંધી બનીને હોસ્પિટલમાં ગયો હોવાનું માલુમ પડ્યું છે.દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરીને ભૂવો દર્દી સુધી પહોચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે.

આ પણ વાંચો: VIDEO: દર્દીઓને સાજા કરતા ભૂવાજીનો વધુ એક વીડિયો વાયરલ, માતાજીના નામે દર્દીને સાજા કર્યાનો દાવો

ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસ કરવામાં આવશે

ICU રૂમની બહાર સિક્યોરિટી હોય છે અને દર્દીને વધુ ઈન્ફેક્શન ન લાગે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. રાકેશ જોષીએ જણાવ્યું કે દર્દીઓની સારવાર, સુરક્ષા તેમની જીંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે.આ ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો