મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch news: યુવતીએ પોતાની મરજીથી મુસ્લિમ યુવક સાથે કર્યા લગ્ન, લવ જેહાદની વાતને આપ્યો રદિયો

કચ્છ જિલ્લાના અબડાસાના ખારૂવા ગામની યુવતી પ્રેમ સંબંધમાં લઘુમતી કોમના યુવ

Kutch news: યુવતીએ પોતાની મરજીથી મુસ્લિમ યુવક સાથે કર્યા લગ્ન, લવ જેહાદની વાતને આપ્યો રદિયો

કચ્છ જિલ્લાના અબડાસાના ખારૂવા ગામની યુવતી પ્રેમ સંબંધમાં લઘુમતી કોમના યુવક સાથે ભાગી ગયા બાદ પોલીસ સમક્ષ હાજર થઈ જતાં પ્રેમ સંબંધને લવ જેહાદમાં ખપાવવાના બધા પ્રયાસો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. યુવક અને યુવતીની સંમતિથી થયેલા પ્રેમને લવ જેહાદનું નામ આપી અમુક હિન્દુ સંગઠનો કચ્છની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે નિષ્ફળ નીવડી છે. 

કોઈ ધર્મ પરિવર્તન કર્યો નથી અને હજી પણ હિન્દુ ધર્મ જ પાળું છું: યુવતી 

પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસ અગાઉ કચ્છ જિલ્લાના અબડાસાના ખારૂવા ગામની યુવતી મિત્તલ મહેશ્વરી પોતાના ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ હતી, જે બાદ પરિવારજનો અને અમુક હિન્દુ સંગઠનોએ પોલીસ અને કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની દીકરીને મુસ્લિમ યુવક ભગાડી ગયો હતો અને લવ જેહાદ સાથે પણ તેના તાર જોડી દીધા હતા. આ ઉપરાંત યુવતીને ભગાડવામાં કોઈ મોટું જેહાદી સંગઠન કામ કરતું હોવાની વાત પણ કરી દીધી હતી, પણ આખરે આ યુવતી પોલીસ સમક્ષ હાજર થઈ લવ જેહાદની વાતનો છેદ ઉડાડ્યો છે. સાથે જ તે પોતાની મરજીથી યુવક સાથે ગઈ હોવાની વાત કબૂલી તેણીએ કોઈ ધર્મ પરિવર્તન કર્યો નથી અને હજી પણ હિન્દુ ધર્મ જ પાળે છે તેમ જણાવ્યું હતું.

હાઇકોર્ટે દસ્તાવેજ ચકાસીને પોલીસને સુરક્ષા કરવા આપ્યો નિર્દેશ 

મિત્તલે પોલીસને આપેલા નિવેદનમાં વધુ જણાવ્યું હતું કે અમે વર્ષોથી પ્રેમમાં હતા અને લગ્ન કર્યા બાદ અમે હાઇકોર્ટ સમક્ષ હાજર પણ થયા હતા અને હાઇકોર્ટે અમારા તમામ દસ્તાવેજ ચકાસીને પોલીસને અમારી સુરક્ષા કરવા કહ્યું છે. 
દીકરીને પોતાની સમક્ષ હાજર કરવા પરિવારે કલેકટર કચેરી બહાર ધરણાં કર્યા હતા પણ દીકરી હવે પોલીસ સ્ટેશને  હાજર થઇ જતાં પરિવારનો કોઈ સભ્ય તેને મળવા આવ્યો નહોતો.

3 વર્ષથી પ્રેમમાં રહેલા મુસ્લિમ યુવક અને દલિત યુવતીએ મહારાષ્ટ્રમાં જઈને લગ્ન કરી લીધા હતા. આ સાથે જ સંમતિથી થયેલા લગ્નને લવ જેહાદમાં ખપાવવાનો હિન્દુવાદી સંગઠનોનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. હવે યુવતીના જણાવ્યા મુજબ તે પોતાના પતિ સાથે કચ્છ છોડી અન્ય સ્થળે રહેવા માંગે છે. 

આ સમાચાર શેર કરો