મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કડી: પાણીમાંથી અર્થી કાઢવા મજબૂર બન્યા પરિવારજનો, નવો અંડરબ્રિજ બન્યો માથાનો દુ:ખાવો

મહેસાણાના કડીમાં આવેલા અંડરબ્રિજના પાણીમાં પસાર થઈને મૃતદેહની પાલખી લઈને સ્માશનમાં લઈ જવાન

કડી: પાણીમાંથી અર્થી કાઢવા મજબૂર બન્યા પરિવારજનો, નવો અંડરબ્રિજ બન્યો માથાનો દુ:ખાવો

મહેસાણાના કડીમાં આવેલા અંડરબ્રિજના પાણીમાં પસાર થઈને મૃતદેહની પાલખી લઈને સ્માશનમાં લઈ જવાની પરિવારજનોને ફરજ પડી હતી. આ બ્રિજ કડીના સુજાતપુરા રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા નવીન અન્ડર બ્રિજ બનાવવામાં આવેલો છે.

કેડસમા પાણીમાંથી થવું પડે છે પસાર

 ચોમાસામાં આ અન્ડરબ્રિજ માથાનો દુખાવો સમાન થઈ ગયો છે.  બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ હોવાથી આ બ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ના છુટકે જોખમી રીતે આ અન્ડરબ્રિજમાંથી પસારથવા મજબૂર બન્યા છે.

મૃતદેહ અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ ગયા

બ્રિજની બાજુમાં આવેલ મિલની ચાલીમાં એક વૃદ્ધનું અવસાન થતા આજુબાજુ રસ્તો ન હોવાથી પરિવારજનો દ્વારા તેમનો  મૃતદેહ અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો