TRP ગેમઝોનને તોડવા નોટિસના 11 મહિના પછી પણ કાર્યવાહી ના થઇ, સત્તાધીશોનો હાઈકોર્ટમાં એકરાર
રાજકોટ ટીઆરાપી ગેમઝોન અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઈએલ અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી

રાજકોટ ટીઆરાપી ગેમઝોન અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઈએલ અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી રીટ અરજીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનર આનંદન પટેલ સહિતના સત્તાવાળાઓ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલા સોગંદનામામાં બહુ મોટો ખુલાસો સામે આવ્યો છે. ટીઆરપી ગેમિંગ ઝોન માત્ર ટિકિટ બુકિંગના પોલીસના લાયસન્સ પર જ ધમધમતો હતો.
ટીઆરપી ગેમિંગ ઝોન માત્ર ટિકિટ બુકિંગના પોલીસના લાયસન્સ પર જ ધમધમતો હતો
ગેમઝોનના ગેરકાયદે બાંધકામ અંગે રાજકોટ મનાપાના ટાઉન પ્લાનીંગ ડેવલોપમેન્ટ ઓફિસ અને તેના અધિકારીઓને જાણ હતી, અને ગયા વર્ષે તેના ગેરકાયદે બાંધકામને તોડી નાંખવાની નોટીસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં 11 મહિના સુધી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આખરે 28 લોકોના ગેમઝોનના અગ્નિકાંડમાં ભુંજાઈ જવાની કરૂણાંતિકા સર્જાઈ.
ગેમઝોનને તોડવા નોટિસના 11 મહિના પછી પણ કાર્યવાહી ના થઇ
રાજકોટ મહાનગર પાલિકાના સત્તાવળાઓ તરફથી દાખલ કરાયેલા સોગંદનામામાં એક રીતે પોતાના અધિકારીઓની ભૂલ, ફરજમાં નિષ્કાળજી અને ગંભીર બેદરકારીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, અને નિખાલસ એકરાર કરતાં જણાવ્યું કે ટીઆરપી ગેમઝોનના કિસ્સામાં સંબંધિત ટાઉન પ્લાનીંગ ઓફિસરે સ્થળ મુલાકાત લઈ કાયદા મુજબનું પાક્કું નીરીક્ષણ કરવાની જરૂર હતી.






