મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: ઘોઘામાં અગ્નિસ્નાન કરનાર મહિલા અને બન્ને બાળકીઓની સ્થિતિ અતિ ગંભીર

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામની મહિલાએ ઘરકંકાસથી કંટ

ભાવનગર: ઘોઘામાં અગ્નિસ્નાન કરનાર મહિલા અને બન્ને બાળકીઓની સ્થિતિ અતિ ગંભીર

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામની મહિલાએ ઘરકંકાસથી કંટાળીને પોતાની બે પુત્રી સાથે હાથબ બંગલા પાસે દરિયા કિનારા નજીકના જંગલ જેવા નિર્જન વિસ્તારમાં જ્વલંતશિલ પ્રવાહી છાંટી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી.

ગંભીર હાલતે દાઝી ગયેલાં માત અને તેની બન્ને પુત્રીને સારવાર અર્થે પ્રથમ કોળિયાક બાદ ભાવનગર સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પીયરપક્ષ દ્વારા મહિલાના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ

ભાવનર જિલ્લાના હાથબલ ગામે માતાએ પોતાની બન્ને પુત્રી સાથે કરેલા અગ્નિસ્નનાનો મામલો મોડી રાત્રે ગરમાયો હતો. એક તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ કારણે મહિલાએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું, તો બનાવને લઈ મહિલાના પીયરપક્ષ તરફથી મહિલાના પતિ, સાસુ અને દિયર વિરુદ્ધ ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાવનગર : 9 વર્ષની બાળકી પર અત્યાચાર કરનાર સાવકી માતાની ધરપકડ

શું હતો બનાવ

બપોરના ૧ઃ૩૦ કલાકના સુમારે જ્વલંતશીલ પ્રવાહી છાંટી મહિલાએ પોતાની બાળકીઓ સાથે સામુહિક આપઘાતનો પ્રયાસ  કર્યો હતો.  તો બીજી તરફ માતાએ પોતાની બન્ને પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કર્યાની જાણ થતાં જ મહિલાના કુટુંબીઓ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી ગયા હતા. અને રેતી વડે શરીર પર લાગેલી આગ બૂઝાવી હતી, જો કે  ત્રણેયની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે, બન્ને બાળકીઓ અને મહિલા સારવાર હેઠળ છે.

આ બનાવની જાણ થતાં ઘોઘા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મહિલા અને તેના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાનમાં ગંભીર રીતે દાઝી ગયેલાં નયનાબેને ઘર કંકાસથી કંટાળીને પોતાની બન્ને માસુમ પુત્રીઓ સાથે મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સૂત્રોએ પ્રાથમિક તપાસના અંતે વિગતો આપતાં આપતાં જણાવ્યું હતું.

 માતાનું બે પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરી લીધાના બનાવે ઘોઘા પંથકમાં ચકચાર મચાવી

પોલીસે આ મામલે મહિલાનું નિવેદન નોધી અન્ય મુદ્દાઓ પર પણ ઝીટવટભરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. ઉલેલેખનીય છે કે, હાથબ ગામે રહેતાં મહિલાના પતિ ભાવેશભાઈ ગોહિલ મંડપ સર્વિસમાં મજૂરી કરતાં હોવાનું જયારે, મોટી પુત્રી ધો.૪માં જ્યારે નાની પુત્રી બાલમંદિરમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળેલ છે. માતાનું બે પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરી લીધાના બનાવે ઘોઘા પંથકમાં ચકચાર મચાવી છે. 

આ સમાચાર શેર કરો