ભાવનગર : 9 વર્ષની બાળકી પર અત્યાચાર કરનાર સાવકી માતાની ધરપકડ

Bhavnagar News : ભાવનાગર શહેરમાં 9 વર્ષની બાળકી પર અત્યાચાર કરનાર સાવકી માતાની પોલીસે ધરપકડ કરી છે. શહેરના દેવરાજનગર પાસે આવેલી શ્રીરામ સોસાયટીમાં આ સાવકી માતાએ 9 વર્ષની બાળકીના હાથ-પગ બાંધી, મોઢા પર ટેપ લગાવીને ટીપણામાં મરવા માટે પુરી દીધી હતી. નિર્દયી સાવકી માતાએ બાળકીના વાળ કાપી માથે મુંડન કરી નાખ્યું હતું અને આંખ પરના નેણ પણ ઉડાવી દીધા હતા. આ ઉપરાંત સાવકીમાં આ બાળકીને જમવાનું આપતી હતી અને વારંવાર માર મારીને પંખે લટકાવતી હતી.
આ પણ વાંચો : 9 વર્ષની બાળકીનો શું વાંક? : સાવકી માતાએ હાથ-પગ બાંધી, મોઢે ટેપ લગાડી, ટીપણામાં પુરી દીધી
આ માસુમ બાળકી પર અસહ્ય અત્યાચાર જોઈને આસપાસના લોકોએ બાળ સુરક્ષા વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકીનું રેસ્ક્યુ કર્યું હતું. બાળ સુરક્ષા વિભાગના સભ્યએ આ અંગે નિષ્ઠુર સાવકી માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

