મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઇડરના બડોલી ગામની સીમમાં કુવામાંથી શ્રમિકની લાશ મળી,19 વર્ષીય યુવકે મોતને વ્હાલું કર્યું

સાબરકાંઠાના ઇડરના બડોલી ગામની સીમમાં આવેલા એક કુવામાંથી શ્રમિકની લાશ મળ

ઇડરના બડોલી ગામની સીમમાં કુવામાંથી શ્રમિકની લાશ મળી,19 વર્ષીય યુવકે મોતને વ્હાલું કર્યું

સાબરકાંઠાના ઇડરના બડોલી ગામની સીમમાં આવેલા એક કુવામાંથી શ્રમિકની લાશ મળતા ચકચાર મચી છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

કુવામાંથી શ્રમિકની લાશ મળતા ચકચાર

ઇડરના બડોલીમાં ખેત મજૂર યુવકે કુવામાં પડતું મુકી જીવન ટુંકાવ્યું છે. અર્જુન ગોપાલ ભાઇ ઘાંગી નામના 19 વર્ષીય વુકે કોઇક અગમ્ય કારણોસર કુવામાં પડતું મુકી મોતને વ્હાલું કર્યું હતું.

બનાવની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે કુવામાંથી લાશને બહાર કાઢી હતી અને મૃતક યુવકની લાશને પીએમ માટે ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: છત્તીસગઢમાં પત્રકારના આખા પરિવારનું મર્ડર, માતા-પિતા અને ભાઈની કુહાડીથી ઘા ઝીંકી હત્યા

ઇડર પોલીસે યુવકની હત્યા કે આત્મહત્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મોતને પગલે શ્રમિક પરિવારમાં આક્રંદનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો