મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાત બેઠકો પર સંકટના ટેન્શનથી ભાજપ હાઈકમાન્ડ ચિંતિત, ઠેર-ઠેર સંમેલનના કારણે ડેમેજ કંટ્રોલનું સુરસુરીયું

સરકાર અને આગેવાનો તરફથી દબાણ આવ્યા છતાં અમે ઝૂક્યા નથી અને અમને ઢીલુ મુકવાનું કહે

સાત બેઠકો પર સંકટના ટેન્શનથી ભાજપ હાઈકમાન્ડ ચિંતિત, ઠેર-ઠેર સંમેલનના કારણે ડેમેજ કંટ્રોલનું સુરસુરીયું

સરકાર અને આગેવાનો તરફથી દબાણ આવ્યા છતાં અમે ઝૂક્યા નથી અને અમને ઢીલુ મુકવાનું કહેનારાને અમે કહી દેવા માગીએ છીએ કે અમને એમ કહેશો તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેમ પરખાવી દીધું છે તેમ કહેતા ક્ષત્રિયોની સંકલન સમિતિના માર્ગદર્શનમાં ખેડા જિલ્લાનું તથા સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિયોના સંમેલનો યોજાયા હતા જેમાં ભાજપ વિરૂદ્ધ મતદાનનો સંકલ્પ દોહરાવાયો હતો. તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનો જેમને ભાજપૂતો કહે છે તેવા ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનોએ પણ આજે સંમેલન યોજ્યા હતા. 

સરકાર અને આગેવાનો તરફથી દબાણ આવ્યા છતાં અમે ઝૂક્યા નથી 

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોએ સર્વ સમાજ એકતા સંમેલન યોજ્યું હતું. બ્રહ્મસમાજ, કોળી સમાજ સહિત અન્ય સમાજે પણ ક્ષત્રિયોના આંદોલનને ટેકો આપ્યો હતો. ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના શપથ લેવાયા હતા. જ્યારે ખેડામાં એક આગેવાને જણાવ્યું કે અમને અનેકવિધ જ્ઞાાતિ-સમાજે આ આંદોલનમાં ટેકો આપ્યો છે તેમનું ઋણ અમે ભૂલીશું નહીં, તે સમાજને જ્યારે પણ કોઈ મુશ્કેલી પડશે ત્યારે અમે તેમની પડખે રહેશું. આગેવાનોએ ક્ષત્રિય વસ્તીવાળા ગામો,લત્તાઓમાં તંત્ર દ્વારા સ્લીપ વિતરણ નહીં કરાયાનો આક્ષેપ પણ કર્યો હતો. 

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રાજવી અને ક્ષત્રિય સમાજના વિશે અપમાનજનક ટિપ્પણી કરી. જેને લઈ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજનું આંદોલન લાંબુ ચાલ્યું. રૂપાલા વિરોધી અને ભાજપ તરફી ઠેર-ઠેર ક્ષત્રિયોના સંમેલન યોજાયા. ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરી તો ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. 

ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપ માટે સાત બેઠકો પર સંકટ 

ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપ માટે સાત બેઠકો પર સંકટ હોય તેવું ભાજપના ઇન્ટરનલ સર્વે રિપોર્ટમાં જણાયું છે. જેનાથી ભાજપનું હાઉકમાન્ડ પણ પરેશાન થયું છે. સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, જામનગર, બનાસકાંઠા, વલસાડ બેઠક પર ભજપ માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.

 7 લોકસભા બેઠકની 28 નગરપાલિકાઓ ઉપર કોંગ્રેસને ફાયદો થશે તેવી ચર્ચા

 આ 7 લોકસભા બેઠકની 28 નગરપાલિકાઓ ઉપર કોંગ્રેસને ફાયદો થશે તેવી ચર્ચા ચાલી છે. કેમકે ઓક્ટોબરમાં મહિનામાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે તેમાં ભાજપને ફટકો પડવાની સંભાવના છે. ભરૂચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર કચ્છમાં પણ ક્ષત્રિય આંદોલનની નેગેટીવ અસરની સંભાવના જોવાઈ રહી છે. રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપે ક્ષત્રિયોના મનામણાં માટે આકાશ પાતાળ એક કર્યા, પણ હજુય ક્ષત્રિય સમજામાં રોષ યથાવત્ છે. સ્થિતી એવી છે કે, ભાજપના નેતાઓને ગામડામાં પ્રચાર કરતાં વિરોધ સહન કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો