મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar/ થાનગઢમાં વેપારી એસો.ના પ્રમુખની દાદાગીરી, વેપારી પર હુમલો કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વેપારીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વ

Surendranagar/ થાનગઢમાં વેપારી એસો.ના પ્રમુખની દાદાગીરી, વેપારી પર હુમલો કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વેપારીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વેપારી એસોસિએશનના પ્રમુખે જ એક વેપારી પર હુમલો કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ ઘટનાને પગલે વેપારી સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, થાનગઢમાં રસ્તો સાંકડો હોવાના કારણે એક વેપારી પોતાનું બાઈક ધીમે ચલાવી રહ્યો હતો. તે દરમિયાન વેપારી એસોસિએશનના પ્રમુખ સુભાષ શાહે બાઈક ચલાવતા વેપારી પર અચાનક હુમલો કર્યો હતો. ઘટનાના પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

હુમલા બાદ પીડિત વેપારીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વેપારી એસોસિએશનના પ્રમુખની દાદાગીરી સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

વેપારીઓએ દુકાનો બંધ કરી

ઘટનાને લઈને થાનગઢના વેપારીઓએ દુકાનો બંધ કરી પોલીસ સ્ટેશન પહોંચીને જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. વેપારીઓએ આરોપી સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે અને જણાવ્યું છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. વેપારી એસોસિએશનના પ્રમુખ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વેપારી વર્ગ દ્વારા ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો