Surendranagar/ લીંબડીમાં એસ.ટી. બસે મુસાફરને કચડ્યો, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બસ સ્ટેન્ડમા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બસ સ્ટેન્ડમાં ઉભેલા મુસાફર ઉપર એસ.ટી. બસ ફરી વળતા મુસાફર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાએ બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ–ભુજ રૂટની એસ.ટી. બસ બસ સ્ટેન્ડમાં હોલ્ટ માટે ઉભી હતી. તે દરમિયાન એક મુસાફર બસમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ડ્રાઇવરની ઘોર બેદરકારીને કારણે બસ મુસાફરના પગ ઉપર ફરી વળી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મુસાફરના પગનો કુચો બોલી ગયો હતો.
હાલત ગંભીર
અકસ્માત બાદ આસપાસ હાજર લોકોએ તરત જ ઇજાગ્રસ્ત મુસાફરને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને લઈને મુસાફરો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બસ સ્ટેન્ડની અંદર પણ મુસાફરો સુરક્ષિત ન હોવાની લાગણી વ્યાપી ગઈ છે.
ઇજાગ્રસ્ત મુસાફર અશોક બિહારી દ્વારા ઘટનાને લઈને પોતાનો આક્ષેપ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે બસમાં ચડતી વખતે અચાનક બસ આગળ વધતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.







