સુરતમાં ચોથા માળેથી પટકાતા કિશોરીનું મોત, સિસ્કા પ્લાઝામાં ચોથા માળે આવી હતી ટ્યુશન
સુરતમાં આપઘાત સહિત રહસ્યમય મોતના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભેસ્તાન વિસ્ત

સુરતમાં આપઘાત સહિત રહસ્યમય મોતના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં 17 વર્ષીય કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કલાસના ચોથા માળેથી નીચે પટકાઈ
ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝામાં કિશોરી ટ્યુશન ક્લાસ કરવા આવતી હતી. આ દરમિયાન ક્લાસના ચોથા માળેથી કિશોરી નીચે પટકાતા ઘટના સ્થળે તેણીનું મોત થયું હતું. કિશોરીના મોતને લઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારનો આક્ષેપ
આશાસ્પદ કિશોરીના મોતને લઈને પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોએ કહ્યું કે, કોઈ ઈસમ દ્વારા કિશોરીની હત્યા કરવામાં આવી છે. જેથી ઝડપથી કિશોરીના હત્યારાને ઝડપી લઈને તેમને ન્યાય મળે તેવી માગ કરવામાં આવી છે. રસ્તા અને પોલીસે કિશોરીના મોતને લઈને હત્યા, આપઘાત કે અકસ્માત તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.








