મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot/ યુવતીના લગ્નમાં ધમાલ મચાવનાર શિક્ષક-શિક્ષિકા સસ્પેન્ડ; મુખ્ય આરોપી મુકેશ સોલંકી હજુ ફરાર

રાજકોટમાં એક યુવતીએ સરકારી શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને શિક્ષિકા

Rajkot/ યુવતીના લગ્નમાં ધમાલ મચાવનાર શિક્ષક-શિક્ષિકા સસ્પેન્ડ; મુખ્ય આરોપી મુકેશ સોલંકી હજુ ફરાર

રાજકોટમાં એક યુવતીએ સરકારી શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને શિક્ષિકા પ્રીતિ ઘેટીયા વિરુદ્ધ દુષ્કર્મ, ખંડણી, મારપીટ અને ગુનાહિત કાવતરું રચવા અંગે કરેલી ફરિયાદને પગલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગંભીર આરોપો બાદ બંને આરોપીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને ખંડણીનો કાંડ

ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે આરોપી શિક્ષક મુકેશ સોલંકીએ તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યમાં તેની સાથી શિક્ષિકા પ્રીતિ ઘેટીયાએ તેને સાથ આપ્યો હતો, પ્રીતિના ફ્લેટ પર જ આ ઘટના બની હતી. દુષ્કર્મ આચર્યા બાદ મુકેશ સોલંકીએ યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને સતત બ્લેકમેઇલ કરતો હતો.

આ બ્લેકમેઇલિંગના આધારે બંને આરોપીઓએ યુવતી પાસેથી કટકે-કટકે કુલ રૂ. 4.25 લાખની માતબર રકમ પડાવી લીધી હતી.

લગ્નમાં ધમાલ

યુવતીના લગ્ન નક્કી થયા ત્યારે આરોપીઓએ હદ વટાવી દીધી હતી. મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટીયા લગ્નમંડપમાં પહોંચી ગયા હતા અને ત્યાં હોબાળો મચાવી, જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવતીના લગ્ન તોડાવી નાખ્યા હતા.

પોલીસ કાર્યવાહીમાં ઢીલાશ?

યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શિક્ષિકા પ્રીતિ ઘેટીયાની ધરપકડ કરી લીધી છે. જોકે, આ કેસનો મુખ્ય આરોપી શિક્ષક મુકેશ સોલંકી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે, પરંતુ યુવતીના પરિવારજનો અને મીડિયામાં પોલીસની કામગીરીમાં ઢીલાશ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ, ખંડણી, ધમકી અને ગુનાહિત કાવતરા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો