મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: 'ભાજપ આગામી 2027 ની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા રહે', જાણો શા માટે ક્ષત્રિય-ઠાકોર સેનાએ આપી આ ચેતવણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં EWS અનામત મુદ્દે ઓબીસી સમાજનો વિરોધ યથાવત

Rajkot news: 'ભાજપ આગામી 2027 ની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા રહે', જાણો શા માટે ક્ષત્રિય-ઠાકોર સેનાએ આપી આ ચેતવણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં EWS અનામત મુદ્દે ઓબીસી સમાજનો વિરોધ યથાવત છે, ત્યારે રાજકોટ  જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઓબીસી,એસસી અને એસટી સમાજના હિતોની અવગણના કરવામાં આવશે, તો સરકારને આગામી 2027 ની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ચેતવણી આપી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇડબ્લ્યુએસ અનામતને લઇ ફરી એકવાર ઓબીસી સમાજે સરકાર સામે બાયો ચઢાવી છે. રાજકોટ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઓબીસી,એસસી અને એસટી સમાજના હિતોની અવગણના કરવામાં આવશે, તો સરકારને આગામી 2027ની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં માંગ કરવામાં આવી છે કે સરકાર કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઓબીસી અને એસટી કમિશનની રચના કરે અને સર્વે કરાવે કે વાસ્તવિકતામાં કયો સમાજ પછાત છે અને કોને લાભની જરૂર છે.

શું છે વિવાદ?

છેલ્લા થોડા દિવસોથી પાટીદાર સહિતના સવર્ણ સમાજ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS અનામતની માંગણી કરવામાં આવી રહી છે, જેનો હવે OBC નેતાઓ વિરોધ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો