મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા જિલ્લામાં વિવિધ સ્કૂલના શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર, કોઇ વિદેશમાં તો કોઇ અંગત કારણોસર રજા પર

રાજ્યમાં સરકારી શાળાઓમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ ચાલતો હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા, ખે

મહેસાણા જિલ્લામાં વિવિધ સ્કૂલના શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર, કોઇ વિદેશમાં તો કોઇ અંગત કારણોસર રજા પર

રાજ્યમાં સરકારી શાળાઓમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ ચાલતો હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા, ખેડા બાદ હવે મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની માહિતી સામે આવી છે. મહેસાણા જિલ્લાના કડી, જોટાણા, વિજાપુર, મહેસાણા અને વડનગર તાલુકામાં શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે.

મહેસાણા જિલ્લામાં કેટલાક શિક્ષકો શારીરિક અક્ષત તો કેટલાક વિદેશ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી છે. કેટલાક શિક્ષકોને નોટિસ આપવામાં આવી હોવા છતાં ગેરહાજર છે. શિક્ષકની ગેરહાજરીને લીધે બાળકોના અભ્યાસ ઉપર અસર પડી રહી છે. ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરીને નવા શિક્ષકોને મુકવાની માંગ કરવામાં આવી રહી છે. કોઇ શિક્ષક 2017થી તો કોઇ શિક્ષક કેટલાક મહિનાથી શાળામાં ના આવતા હોવાનું જાણવા મળે છે.

મહેસાણા જિલ્લામાં ગેરહાજર શિક્ષકોના નામ અને શાળા
 
1) જોટાણાની ખદલપુર શાળા

શિક્ષકનું નામ- પટેલ આશાબેન કેશવલાલ
8 ફેબ્રુઆરી 2023થી મગજની બીમારીથી ગેરહાજર

2) બેચરાજીની જેતપુર શાળા
શિક્ષકનું નામ- રાવલ પાયલબેન ભીખાભાઇ
28 નવેમ્બર 2022થી આજ દિન સુધી આવેલ નથી, વિદેશ પ્રવાસે

3) સતલાસણાની ટીંબા પગાર કેન્દ્ર શાળા
શિક્ષકનું નામ- પટેલ રમીલાબેન હીરાભાઇ
1 ડિસેમ્બર 2023થી 1 જુલાઇ 2024 આજ દિન સુધી અંગત કારણોસર ગેરહાજર

4) વિજાપુરની વિજાપુર કુમાર શાળા નંબર 1
શિક્ષકનું નામ- પટેલ જીજ્ઞાબેન કાલિદાસ
16 એપ્રિલ 2024થી આજ દિન સુધી ગેરહાજર, વિદેશ ગયેલ છે

5) કડીના પંથોડાની પ્રાથમિક શાળા
શિક્ષકનું નામ- વિહોલા નીલીબેન પિયુષકુમાર
12 ઓગસ્ટ 2022થી આજ દિન સુધી, શારીરિક અશક્તા

6) કડીની રણછોડપુરા શાળા
શિક્ષકનું નામ- પટેલ આશાબેન નટવરભાઇ
12 સપ્ટેમ્બર 2023થી આજ દિન સુધી

7) કડીના રણછોડપુરા શાળા
શિક્ષકનું નામ- દાસ કવિતાબેન ધનજીભાઇ
31 ઓગસ્ટ 2023થી આજ દિન સુધી, વિદેશ પ્રવાસે

8) વડનગરના રાજપુર વડ પ્રાથમિક શાળા
શિક્ષકનું નામ-મિસ્ત્રી નિલેશકુમાર અમરતલાલ
17 ફેબ્રુઆરી 2017થી અકસ્માત થવાથી ગેરહાજર

9) મહેસાણા શોભાસણ પ્રાથમિક શાળા
શિક્ષકનું નામ- ગજ્જર ધરતીબેન બાબુલાલ
19 જૂન 2020થી આજ દિન સુધી, સ્વેચ્છિક નિવૃતિ લેવાનું કહી હાજર થયેલા નથી.

10) મહેસાણાની મહેસાણા નંબર-3
શિક્ષકનું નામ- પટેલ મીનાબેન શંભુભાઇ
13 સપ્ટેમ્બર 2023થી આજ દિન સુધી, વિદેશ ગયેલ છે

આ સમાચાર શેર કરો