મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુરુ-શિષ્યાના સંબંધો થયા શર્મસાર, છોટાઉદેપુરની શાળામાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષક થશે સસ્પેન્ડ

છોટાઉદેપુરમાં ગુરુ-શિષ્યાના સંબંધોને લાંછન લાગતી ઘટના બની હતી. જેમાં એક શાળામાં સગીરવ

ગુરુ-શિષ્યાના સંબંધો થયા શર્મસાર, છોટાઉદેપુરની શાળામાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષક થશે સસ્પેન્ડ

છોટાઉદેપુરમાં ગુરુ-શિષ્યાના સંબંધોને લાંછન લાગતી ઘટના બની હતી. જેમાં એક શાળામાં સગીરવયની વિદ્યાર્થીનિને શાળાના શિક્ષકે છેડતી કરી હતી. શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનામાં શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં પતંગની દોરીથી ગળું કપાતા વધુ એક વ્યક્તિનું મોત, જાણો ક્યાં બની ઘટના

ઠરાવની પ્રક્રિયા હાથ ધરાઈ

છોટાઉદેપુર નગર પાલિકા સંચાલિત શાળાના શિક્ષકે ધોરણ 9 માં ભણતી સગીર વયની વિદ્યાર્થિનીને શાળાના શિક્ષકે છેડતી કરી હતી. જે ઘટનામાં આ શાળાનું સંચાલન નગર પાલિકા કરતી હોવાથી શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે નગર પાલિકાના ચીફ ઓફિસર નગર પાલિકામાં ઠરાવ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

નિયમ પ્રમાણે કાર્યવાહી શરૂ

તેઓના જણાવ્યા મુજબ 24 કલાકથી વધારે સમય સરકારી કર્મચારી જેલમાં રહે તેને સસ્પેન્ડ કરવાનો નિયમ છે. જેના આધારે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલુ છે. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર સમગ્ર પ્રકરણનો અહેવાલ પ્રિન્સીપાલ પાસે મંગાવ્યો છે. 

આ સમાચાર શેર કરો