મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'તું મને ગમે છે, પૈસા જોઈ તો બોલ', લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને કર્યા આવા મેસેજ, જાણો પછી શું થયું

સુરતમાં શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતમાં સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થ

'તું મને ગમે છે, પૈસા જોઈ તો બોલ', લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને કર્યા આવા મેસેજ, જાણો પછી શું થયું

સુરતમાં શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતમાં સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલ પર મેસેજ લખ્યો કે ‘હું બધી હેલ્પ કરીશ, પૈસા જોઇએ તો બોલ, બટ તુ ગમે મને, પ્લીઝ ખોટુ ન લગાવતી.’ મેસેજ કર્યા હતા. બીજી તરફ વિદ્યાર્થિનીએ શિક્ષકને મેસેજ કરી એવુ લખ્યું કે‘ સર તમે તો મારા ગુરુ છો,’ છતાં શિક્ષકે વિદ્યાર્થિની મોબાઇલમાં મેસેજ કરતો રહેતો હતો. 

સગીરાએ કંટાળી પરિવારને કહ્યું

છેવટે સગીરાએ કંટાળીને પરિવારને આ બાબતે વાત કરી હતી. આથી સગીરાની માતાએ લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સ્કુલના શિક્ષક વત્સલ મોહનસિંગ રાઠોડ સામે છેડતી અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

શિક્ષક બે સંતાનનો પિતા

છેલ્લા 20-25 દિવસથી શિક્ષકે 15 વર્ષની સગીર વિદ્યાર્થિનીના મોબાઇલમાં અભદ્ર મેસેજ કરતો હતો. એટલું જ નહિ મિત્રતા રાખી જાતીય માંગણી કરતો હતો. વિદ્યાર્થિની શિક્ષકની આવી હરકતથી કંટાળી ગઈ હતી. છેવટે તેણે પરિવારને આ વાત કરી હતી. જેથી મામલો લિંબાયત પોલીસમાં પહોંચ્યો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી શિક્ષક પરિણીત છે અને સંતાનમાં એક દીકરી અને એક દિકરો છે.

આ સમાચાર શેર કરો