છોકરી પાસે મોબાઈલ નંબર માગવા જતાં મળ્યું મોત, તાપીમાં પિતા સહિતનાએ ઢોર માર મારતાં યુવકની હત્યા
તાપી જિલ્લાના નિઝર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવતી પાસે મોબાઈલ નંબર માંગવાની ઘટ

તાપી જિલ્લાના નિઝર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવતી પાસે મોબાઈલ નંબર માંગવાની ઘટનામાં યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ ઘટના નિઝર પોલીસ લાઇન નજીકના આમરવા પ્લોટમાં ગામ દિવાળીમાં ફરવા ગયેલા યુવક સાથે ઘટના બની હતી.
આ પણ વાંચોઃ દીપિકા પટેલ આપઘાત કેસઃ મોબાઈલના FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, મળી આ ચોંકાવનારી માહિતી
યુવકની માગણીથી પિતા ઉશ્કેરાયા
વેલદા ગામના 23 વર્ષીય અનિલ પાડવી નામનો યુવક ગામ દિવાળીમાં ફરવા આવ્યો હતો. તે દરમિયાન તેણે એક યુવતી પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો. આ સમયે યુવતીના પિતા નજીકમાં જ હાજર હતા. આ વાતને લઈને ગુસ્સે થયેલા યુવતીના પિતા અને અન્ય બે શખ્સે યુવક પર હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકને એટલો બેરહેમીથી માર માર્યો કે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આરોપીઓને ઝડપી લેવાયા
નિઝર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતાં ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ સુનીલ પાડવી, અનિલ પાડવી અને વિલાસ વસાવા તરીકે થઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સામાજિક સુરક્ષાના મુદ્દાઓ ઉપર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.








