Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Two children from Bajipura village die after drowning in Ganga river at Satnam sakhi Ghat haridwar

તાપીના ભાઈ-બહેનનું હરિદ્વારમાં સતનામ ઘાટ પર ગંગા નદીમાં ડૂબી જતા પરિવાર સામે જ મોત

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2024
લાઇવ ટીવીGoogle News
તાપીના ભાઈ-બહેનનું હરિદ્વારમાં સતનામ ઘાટ પર ગંગા નદીમાં ડૂબી જતા પરિવાર સામે જ મોત

ગુજરાતથી હરિદ્વાર ગંગા સ્નાન માટે પહોંચેલા શ્રદ્ધાળુ પરિવાર સાથે એક મોટો અકસ્માત થયો હતો. આ પરિવારના બાળકોનું ગંગા નદીમાં ડૂબવાથી મોત થઈ ગયું છે. આ હ્રદયદ્વાવક અકસ્માત બુધવારે સવારે ઉત્તર હરિદ્વારના સતનામ ઘાટ પર થયો હતો.

App Store

મૃતકોની વિગત 

  • પ્રત્યૂષા વિપુલ પવાર - 13 વર્ષ
  • દર્શ વિપુલ પવાર  - 6 વર્ષ 

બાજીપુરા ગામનો પરિવાર ગયો હતો હરિદ્વાર

ગુજરાતના તાપી જિલ્લાના બાજીપુરા ગામ નિવાસી વિપુલ પવાર પોતાના પરિવાર સાથે ગંગા દર્શન અને સ્નાન માટે હરિદ્વાર પહોંચ્યા હતા. બુધવારે (25 ડિસેમ્બર) લગભગ સવારે 10 વાગ્યે આખો પરિવાર ઉત્તર હરિદ્વારના પરમાર્થ ઘાટ પાસે સતનામ ઘાટ પર ગંગા સ્નાન કરી રહ્યા હતાં. સ્નાન દરમિયાન વિપુલ પવારની 13 વર્ષની દીકરી પ્રત્યૂષા અને 6 વર્ષનો દીકરો દર્શ અચાનક ગંગાના તેજ પ્રવાહમાં વહી ગયા. પરિવાર અને ઘાટ પર હાજર અન્ય શ્રદ્ધાળુ બાળકોને બચાવવા માટે દોડ્યા, પરંતુ પ્રવાહ વધુ હોવાના કરાણે અને પાણી ઊંડુ હોવાથી તે બચાવવામાં અસફળ રહ્યા, જોતજોતામાં બાળકો દેખાતા બંધ થઈ ગયાં.

ડોક્ટરે મૃત જાહેર કર્યા

સમગ્ર ઘટનાની માહિતી મળતા જ સપ્તઋષિ પોલીસ ચોકી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે નદીમાં શોધખોળ કરી બાળકોની શોધ કરી હતી. થોડી વાર બાદ બંનેને પાણીમાંથી બેભાન સ્થિતિમાં બહાર કાઢવામાં આવ્યા. બાદમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી બંનેને હરિદ્વાર જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતાં. હાલ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.