Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : The district president created a ruckus while deciding the names of his personal men for the post of general secretary

Tapi news: જિલ્લામાં ભાજપમાં બળવો, મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ નક્કી કરતા મચ્યો બબાલ

Timeછેલ્લું અપડેટ : 28 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Tapi news: જિલ્લામાં ભાજપમાં બળવો, મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ નક્કી કરતા મચ્યો બબાલ
સોર્સ : GSTV

તાપી જિલ્લા ભાજપ સંગઠનમાં હોદ્દાઓની વહેંચણી મુદ્દે ગંભીર વિખવાદ સામે આવ્યો છે. જિલ્લા પ્રમુખ દ્વારા પોતાના માનીતા અને અંગત માણસોના નામ જિલ્લા મહામંત્રી તરીકે નક્કી કરાતા કાર્યકરોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે અનેક મોરચાના નિયુક્ત પ્રમુખોએ હોદ્દો સ્વીકારવાની સાફ ના પાડી દીધી છે.

App Store

વિવાદાસ્પદ નામોને સ્થાન મળ્યું

જિલ્લા પ્રમુખે સત્તાવાર જાહેરાત પહેલા જ પોતાના પસંદગીના લોકોને ફોન કરી અભિનંદન પાઠવવાનું શરૂ કરતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર અમિત પટેલ, હાલમાં જ ભાજપમાં જોડાનાર મૃણાલ જોશી, સુરજ વસાવા અને માંડવી વિધાનસભાથી અનિલ ચૌધરીનું નામ  મહામંત્રી માટે નક્કી કરતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.  

નિયુક્ત હોદ્દેદારોનો પદ સ્વીકારવાનો ઇનકાર

જિલ્લા પ્રમુખે જ્યારે વિવિધ મોરચાના હોદ્દાઓ માટે ફોન કર્યા, ત્યારે તેમને મોટો આંચકો લાગ્યો હતો. એક પછી એક ત્રણ મોટા નેતાઓએ હોદ્દા ઠુકરાવી દીધા છે. ઓબીસી મોર્ચાના પ્રમુખ માટે ટ્વિકંલ પટેલને જિલ્લા પ્રમુખ દ્વારા ફોન કરતા તેણે આ હોદ્દો સ્વીકારવાની ના પાડી દીધી હતી.  જ્યારે જિલ્લા આદિજાતિ મોર્ચાના પ્રમુખ માટે ધવલ ચૌધરીને પ્રમુખ દ્વારા ફોન કરતા તેણે પણ હોદ્દો સ્વીકારવા ના પાડવામાં આવી અને જિલ્લા મહિલા મોર્ચાના પ્રમુખ માટે કલ્પનાબેન મિસ્ત્રીને જિલ્લા પ્રમુખ દ્વારા ફોન કરતા એમણે પણ હોદ્દો સ્વીકારવાની ના પાડી દીધી હતી. 

પૈસાનું સેટિંગ કરીને મહામંત્રીના હોદ્દા વહેંચવાતા હોવાનો દાવો

તાપી જિલ્લા ભાજપમાં અત્યારે સૌથી વધુ ચર્ચા 'નાણાકીય લેવડ-દેવડ'ની થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જિલ્લા પ્રમુખ દ્વારા પૈસાનું સેટિંગ કરીને મહામંત્રીના હોદ્દા વહેંચવામાં આવ્યા છે. ખાસ કરીને અમિત પટેલને મહામંત્રી બનાવવા માટે 20 લાખ રૂપિયાનું સેટિંગ થયું હોવાના આક્ષેપો છે.

સામૂહિક રાજીનામાની તૈયારી

અમિત પટેલની સંભવિત નિમણૂકના સમાચાર વાયુવેગે ફેલાતા જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યો સહિત સંગઠનના અનેક હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વફાદાર કાર્યકરોનું માનવું છે કે જો પ્રમુખના માનીતા અને વિવાદાસ્પદ લોકોને જ મહત્ત્વ અપાશે, તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે પરાજયનો સામનો કરવો પડશે.

ટોપિક્સ:tapi jillabjp gujaratgstv