સુરતની દેહવાસણ પંચાયતના તલાટી ઝડપાયા, કચેરીના પગથીયાં પર ઉભા રહી લાંચ લેતા રંગેહાથ પકડાયાં
સરકારી કામોમાં ભ્રષ્ટાચાર બેફામ વધી રહ્યો છે. શહેરી વિસ્તાર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ લાંચ વગર સામાન્ય કામ પ

સરકારી કામોમાં ભ્રષ્ટાચાર બેફામ વધી રહ્યો છે. શહેરી વિસ્તાર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ લાંચ વગર સામાન્ય કામ પણ ન થતાં હોય તેવું વારંવાર સામે આવે છે. ત્યારે સુરત જિલ્લાના મહુલા તાલુકાની ગોપલા ગ્રામ પંચાયત તથા દેહવાસણ ગ્રામ પંચાયત કચેરીના તલાટી પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા મકાનોનું બાંધકામના બીલ પાસ કરવાના રૂપિયા લેતા એસીબીના હાથ ઝડપાયા છે.
મકાનોનું બાંધકામ કર્યુ હતુ
ગોપલા ગ્રામ પંચાયત તથા દેહવાસણ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી મંત્રી તરિકે સેવા આપતા કેયુરભાઇ રમેશભાઇ ગરાસીયાએ ગોપલા ગ્રામ પંચાયતની કચેરીનાં પગથીયા પર જ લાંચ લેતા પકડાઈ ગયા હતાં. તલાટીએ ફરીયાદી પાસેથી પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા મકાનોનું બાંધકામ કર્યું હતું. તે કામનાં નાણાં મેળવવા નિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સાથે લાભાર્થીનાં ફોર્મ ભરી નાણાં મંજૂર કરવા બીલ મૂકવામાં આવ્યાં હતાં.
કચેરીના પગથીયા પર લાંચ સ્વીકારી
ફોર્મમાં તલાટીએ સહી કરવાનાં અવેજ પેટે ૧૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી તલાટીને આપવા માંગતા નહોતા. જેથી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. તે દરમ્યાન તલાટીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે ૮,૦૦૦ માંગણી કરી હતી. લાંચની રકમ કચંરીના પગથીયા પર સ્વીકારતા તલાટી સ્થળ પર પકડાઇ જતા એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








