પારડીના ટૂકવાડામાં શંકાએ લગાડી આગ, પત્ની સાથે આડા સંબંધના વહેમમાં બે મોપેડ સળગાવતો પતિ
પારડીના ટૂકવાડા ગામે આહીર ફળિયા ખાતે રહેતા ગણેશભાઈ નારણભાઈ ધોડિયા પટેલ ની પત્

પારડીના ટૂકવાડા ગામે આહીર ફળિયા ખાતે રહેતા ગણેશભાઈ નારણભાઈ ધોડિયા પટેલ ની પત્ની દીપ્તિ બેન અને ટુકવાડામાં જ પીપર ફળિયા ખાતે રહેતા મહેન્દ્ર ઉત્તમભાઈ ધોળીયા પટેલની પત્ની સારિકા બંને સારી મિત્ર હોય સારિકા અવારનવાર દિપ્તીને મળવા એમના ઘરે આવતી હતી. પરંતુ સારિકાના પતિ મહેન્દ્રને આ ગમતું ન હોય અને તે સારિકાના ગણેશ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખતો હતો.
આ પણ વાંચોઃ સુરતની હોટલમાં કામ કરતી વેળા મોત, 20 મિનિટમાં બે એટેક આવતા ઉડી ગયું પ્રાણ પંખેરું
ઝપાઝપી કરી ધમકી આપી
આડા સંબંધની શંકા રાખી તારીખ 29 12 2024 ના રોજ ગણેશ પોતાની પુત્રી ટીસા સાથે પરિયા ખાતે રહેતી પોતાની બહેન કંચનના ઘરે જવા માટે નીકળતા મહેન્દ્ર અને હિરલે તેને આહિર ફળિયા નજીક આવેલ ફીટીંગ પાસે રોકી ઝપાઝપી કરી ગાળો આપી ધમકી આપી ચાલ્યા ગયા હતા. પર્યા ખાતે રહેતી બહેન કંચનના ઘરેથી પરત આવી ગણેશભાઈ પોતાના ઘરની ટેરેસ પર આટા મારી રહ્યા હતા.
મોપેડ થયા ખાક
આ દરમિયાન મહેન્દ્ર અને હિરલ ફરીથી ગણેશભાઈના ઘરે આવી પાર કરેલ એકટીવા મોપેડ નંબર gj 15 એબી 4913 કિંમત 15000 અને maestro મોપેડ નંબર gj 15 ba3884 કિંમત રૂપિયા 25000 કુલ 40 હજારની બંને મોપેડમાં આગ લગાવી સળગાવી મૂકી હતી. ગણેશભાઈએ ટેરેસ પરથી નીચે આવી પાણી મારી બોલાવવાનો પ્રયાસ કરવા છતાં આ બંને મોપેડ સંપૂર્ણ રીતે સળગી જતા તેઓએ પારડી પોલીસ સ્ટેશન ખાતે મહેન્દ્ર ઉત્તમભાઈ ધોડિયા પટેલ રહે પેપર ફળિયા ટૂકવાડા તથા હિરલ ચંપકભાઈ ધોડિયા પટેલ રહે ધોળીયાવાડ ટૂકવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાર્ટી પોલીસ કરી રહી છે.








