સુરેન્દ્રનગર: સુરસાગર ડેરીના ચૂંટણીના પરિણામમાં કેસરિયો લહેરાયો, હવે ચેરમેન પદ માટે મથામણ શરૂ
સુરેન્દ્રનગર સુરસાગર ડેરીનું પરિણામ જાહેર થઈ થયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ દ્વારા મેન્ડેડ આપવ

સુરેન્દ્રનગર સુરસાગર ડેરીનું પરિણામ જાહેર થઈ થયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ દ્વારા મેન્ડેડ આપવામાં આવેલા 4 ડિરેક્ટરોનો વિજય થયો છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ હવે ચેરમેન પદ નક્કી કરશે. ત્યારે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી સુરસાગર ડેરીના વહીવટ પર ધારાસભ્યોની નજર છે.
ભાજપ દ્વારા મેન્ડેડ આપવામાં આવેલા 4 ડિરેક્ટરોનો વિજય
આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામમાં વઢવાણ બેઠક પર મુંધવા છગનભાઇ બુટાભાઈને 41 મત મળ્યા જ્યારે તેમના વિરોધી ઉમેદવારને 23 મત મળ્યા હતા. ચોટીલા બેઠક પર સાંબડ અલ્પેશભાઈ ભગવાનભાઈને 63 મત મળ્યા હતા. જ્યારે એમના હરીફ દેગામા ધીરુભાઈ મસાભાઈને 35 મત મળ્યા હતા. તેમજ લખતરમા ચાવડા ગેલાભાઇ ચોથાભાઈને 25 મત જ્યારે એમના હરીફને 16 મત મળ્યા હતા. સાયલા બેઠક પર કલોત્રા ગભરુભાઈ જગમાલભાઈને 50 મત મળ્યા હતા, અને જાગાભાઈ ઘુઘાભાઈને 33 મત મળ્યા હતા જેના પગલે ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થયો છે.
9 બેઠક બિનહરીફ થઇ હતી
સુરેન્દ્રનગર જિલ્લાની સુરસાગર ડેરીમાં 13 ડિરેક્ટરો માટે 20 ફોર્મ ભરાયાં હતા. જે પૈકી 9 બેઠક બિનહરીફ થઇ હતી. જ્યારે ચોટીલા, સાયલા, વઢવાણ અને લખતર બેઠક પર સોમવારે બેલેટ પેપરથી મતદાન થયું હતું. જેમાં આજે ચાર બેઠકનો પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપ ઉમેદવારોનો વિજય થયો છે.








