Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Video/ Two friends drowned while bathing in Narmada Canal near Limbdi,

Video/ Surendranagarના લીંબડી નજીક નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મિત્રો ડૂબ્યા, 18 કલાકની જહેમત બાદ એકનો મૃતદેહ મળ્યો

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ફરી એકવાર બે આશાસ્પદ યુવકો માટે કાળ સાબિત થઈ છે. કેનાલમાં ન્હાવા પડેલા બે મિત્રો અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયા હતા. લાંબી શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે.

App Store

ન્હાવા પડ્યા અને જિંદગી ગુમાવી

પ્રાપ્ત વિગતો અનુસાર, બે મિત્રો લીંબડી પાસેની નર્મદા કેનાલમાં ન્હાવા માટે પડ્યા હતા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી અથવા ઉંડાણનો અંદાજ ન આવતા બંને મિત્રો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને તંત્ર દોડી આવ્યું હતું.

રેસ્ક્યુ ઓપરેશન અને ફાયરની કામગીરી

ઘટનાને પગલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. લીંબડી અને સુરેન્દ્રનગર ફાયરની સંયુક્ત ટીમો દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની જહેમત બાદ રાહીલ બેલીમ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તેના અન્ય એક મિત્રનો પતો હજુ સુધી લાગ્યો નથી.

પરિવારમાં શોકનું મોજું

ઘટનાના 18 કલાક વીતી ગયા હોવા છતાં બીજા યુવકનો મૃતદેહ ન મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગની ટીમો સતત કેનાલના વહેણમાં યુવકની શોધખોળ કરી રહી છે. આશાસ્પદ યુવકોના આ રીતે અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.