Video: સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં શરદી-તાવના દર્દીઓનો ઘસારો, ઓપીડી પાંચસો નજીક પહોંચી

સોર્સ: gstv

સુરેન્દ્રનગરમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુના કારણે વાયરલ અને મોસમી રોગચાળાએ માથું ઊચક્યું છે. શહેર અને જિલ્લામાં શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ઓપીડી પાંચસો નજીક પહોંચી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના ધસારાને પગલે લાંબી લાઈનો લાગી છે અને વાતાવરણની અસર રોગચાળાને વધુ વકરાવી રહી છે. દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પૂરતો મેડિકલ સ્ટાફ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત