સુરેન્દ્રનગર: પાટડીના ભાજપના નેતાને હની ટ્રેપમાં ફસાવવાનો મામલો, ફરાર મહિલા સાથે શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગરના પાટડીમાં ભાજપના નેતા સાથે બનેલી હનીટ્રેપની ઘટનાના વધુ 2 આરોપીને પોલીસે દબોચી લીધા. હનીટ્રેપમાં ફસાવી નાસી છુટેલી મહિલા અને યુવાનને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને આરોપીઓ ગુજરાત ઉપરાંત પંજાબ ઉત્તરાખંડ સહિત નાસતા ફરતા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનના પતિ નટુજી ઇલોરીયા સાથે હનીટ્રેપની ઘટના બની હતી. 22 વર્ષીય યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી નટુજી ઇલોરીયા પાસે 10 લાખની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે દશરથભાઈ પટેલ, ઇમરાન રાઠોડ, સોહિલ ઠકકર નામના ઇસમોની અટકાયત કરી છે. ચેરમેનના પતિ સાથે બનેલી ઘટનાને લઈ સુરેન્દ્રનગરમાં ખડભડાટ મચી ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદ્દસ્ય તેમજ મહિલા ચેરમેનના પતિ નટુભાઈ(નટુજી) પથુભાઈ ઈલોરીયાને ગત સપ્ટેમ્બર ૨૦૨૪થી ફેબુ્રઆરી ૨૦૨૫ દરમિયાન માલતી નામની યુવતીએ અવાર-નવાર મોબાઈલ ફોનમાં વાતો કરી અલગ-અલગ યુવતીઓની તસવીરો વોટસએપમાં મોકલી હતી. યુવતીએ રૂબરૂમાં મળી વીડિયો કોલથી યુવતી બતાવી લાલચ આપી હતી. ત્યારબાદ માલતીએ મોકલેલી યુવતીએ નિવસ્ત્ર થઈ ફરિયાદી સાથે શરીર સુખ માણવા બળજબરી કરતા ફરિયાદીએ ના પાડી હતી.
છત્તાં યુવતીએ ફરિયાદીના કપડા પણ ઉતરાવ્યા હતા અને છુપી રીતે તેના મોબાઈલમાં તે અંગેનો વીડિયો લીધો હતો. જે વીડિયો યુવતીએ ઈમરાન તેમજ દશરથભાઈ ભલાભાઈ પટેલને આપી ફરિયાદીને ભરત ઠક્કર નામના વ્યક્તિ સાથે ટેલીફોનીક વાત કરાવી રૂ.૧૦ લાખની ખંડણી માંગી હતી અને જો આ રકમ આપવામાં નહીંં આવે તો ફરિયાદીને બદનામ કરી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ટ્રેપમાં ફસાવી ગુનો આચર્યો હતો.

