Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Limbdi Sub Jail, Video of prisoners drinking in barracks goes viral

લીંબડી સબ જેલ બની 'મધશાળા'? બેરેકમાં કેદીઓની દારૂની મહેફિલનો Video વાયરલ થતા ખળભળાટ

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતની જેલોમાં સુરક્ષાના દાવાઓ વચ્ચે સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલમાંથી એક શરમજનક વીડિયો સામે આવ્યો છે. જેલના કડક પહેરા અને ઉંચી દીવાલોની વચ્ચે કેદીઓ સુધી દારૂ કેવી રીતે પહોંચ્યો, તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં કેદીઓ જેલની બેરેકમાં દારૂની બોટલો સાથે મહેફિલ જમાવીને બેઠેલા સ્પષ્ટ દેખાય છે.

App Store

જેલ પ્રશાસનની પોલ ખોલતો વીડિયો

લીંબડી સબ જેલમાં બનેલી આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે જેલમાં પ્રવેશતા પહેલા દરેક વ્યક્તિ અને સામાનનું સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે, તેમ છતાં જેલની અંદર દારૂની આખી બોટલો પહોંચી જવી એ જેલ સ્ટાફની મિલીભગત અથવા ઘોર બેદરકારી તરફ આંગળી ચીંધે છે.

ઉઠતા સવાલો:

  • જેલમાં 24 કલાક પહેરો હોવા છતાં દારૂ અંદર પહોંચ્યો કેવી રીતે?
  • શું જેલના કર્મચારીઓની જાણ બહાર આ બધું શક્ય છે?
  • કેદીઓ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો જેના દ્વારા વીડિયો શૂટ કરવામાં આવ્યો?
  • શું જેલ હવે ગુનેગારો માટે સુધારગૃહને બદલે એશઆરામનું કેન્દ્ર બની ગઈ છે?

તંત્રમાં દોડધામ

આ વીડિયો વાયરલ થતા જ જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલ મુજબ, આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો છે અને તેમાં દેખાતા કેદીઓ કોણ છે, તે અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. GSTV ન્યુઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

અગાઉ પણ વિવાદોમાં રહી છે જેલ

સુરેન્દ્રનગર જિલ્લાની જેલો અગાઉ પણ મોબાઈલ ફોન અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાને કારણે વિવાદોમાં રહી છે. પરંતુ જેલની અંદર દારૂની મહેફિલનો આ કિસ્સો જેલ તંત્ર માટે મોટું કલંક સાબિત થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે, આ મહેફિલમાં સામેલ કેદીઓ અને તેમને મદદ કરનારા કર્મચારીઓ સામે શું પગલાં લેવામાં આવે છે.

ટોપિક્સ:surendranagarlimdi sub jail