ચોટીલા ચામુંડા ડુંગર મહંત પરિવારના યુવકનું અપહરણ, 10 લાખ આપ્યાં બાદ થયો છુટકારો, જુઓ વીડિયો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયા હોય એવી રીતે ગુનાખોરી વધી છે. ગુનેગાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયા હોય એવી રીતે ગુનાખોરી વધી છે. ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ન હોય એમ ખુલ્લેઆમ ફાયરિંગ, હત્યા અને અપહરણના બનાવો બની રહ્યા છે. પૈસાની લેવડ-દેવડમાં પાન પાર્લરના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી, તો ચોટીલા ચામુંડા ડુંગર મહંત પરિવારના યુવકનું અપહરણ કરવામાં આવ્યું.
આ પણ વાંચો : જુનાગઢમાંથી આર્મીનો નકલી કેપ્ટન ઝડપાયો, નોકરીની લાલચ આપી અનેક યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાં
ચોટીલા ડુંગરની તળેટીથી 4 ઈસમોએ કર્યું અપહરણ
ચોટીલા ચામુંડા ડુંગર મહંત પરિવારના યુવકનું પૈસાની લેવડ-દેવડ મામલે અપહરણ થયું હતું. ચોટીલા ડુંગરની તળેટીથી 4 ઈસમોએ આ યુવકને કારમાં બળજબરીપૂર્વક બેસાડી તેનું અપહરણ કર્યું હતું. બાદમાં 10 લાખ રૂપિયા આપ્યાં બાદ અપહરણકારોએ આ યુવકને છોડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ, સફાઈ કામદારે બનાવી હવસનો શિકાર
અપહરણની ઘટના CCTVમાં કેદ
ચોટીલા ડુંગરની તળેટીથી 4 ઈસમોએ આ યુવકનું કારમાં અપહરણ કર્યું તે સમગ્ર ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. અપહરણ થઇ ગયું, અપહરણકારોએ 10 લાખ રૂપિયા પણ પડાવી લીધા, હવે પોલીસ જાગી છે અને અપહરણકારોને પકડવા માટે ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.








