Video: બે વર્ષથી બંધ રહેલા પુલના સ્થાને બનશે નવો પુલ

સુરેન્દ્રનગર જિલ્લાના ખમીસણ પાસે છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવેલા પુલને લઈને અંતે નવો પુલ બનાવવાનો નિર્ણય લેવાયો છે અને તેનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે. વડોદરાનો પુલ તૂટ્યા બાદ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પુલ બંધ કરવામાં આવ્યો હતો. હવે 3 કરોડ રૂપિયાના ખર્ચે 300 મીટર લાંબો આઇકોનિક પુલ બનાવવામાં આવશે, જેના નિર્માણની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ છે. આ પુલ ખમીસાણા, દાણાવાળા, દીગસર, નગરા અને ખોડું સહિતના 5 ગામોને જોડે છે અને આ ગામોના લોકો સુરેન્દ્રનગર આવવા-જવા માટે તેનો ઉપયોગ કરતા હતા. પુલ બંધ રહેતા ગ્રામજનોને લાંબા સમયથી અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી. નવા પુલનું કામ શરૂ થતા આ પાંચેય ગામના લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકોની સલામતી સાથે અવરજવર વધુ સરળ બનશે.
જાહેરાત










