સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ' પર સેન્સર બોર્ડની મોહર! 16 વર્ષથી નાના બાળકો માટે રાખવી પડશે આ ખાસ શરત, જાણો ક્યારે થશે રિલીઝ

લાંબા સમયથી અટકેલી સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ'ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી મંજૂરી મળી ગઈ છે. સલમાન ખાનની આ ફિલ્મને UA 16+ રેટિંગ આપવામાં આવ્યું છે.
સેન્સર બોર્ડની મુંબઈ રિજનલ ઓફિસે બુધવારે આ સર્ટિફિકેટ જાહેર કર્યું હતું. સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' 4 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
દેશની રક્ષા સાથે પરિવાર સાચવતા સૈનિકની કહાની
'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ'માં સલમાન ખાનની સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયાએ કર્યું છે. આ ફિલ્મની કહાની દેશની રક્ષા કરવાની સાથે પોતાના પરિવારને સાચવતા એક સૈનિક પર આધારિત છે. 'માતૃભૂમિ' ફિલ્મ 2 કલાક, 34 મિનિટ અને 12 સેકન્ડ લાંબી છે.
UA 16+ સર્ટિફિકેટ એટલે શું?
UA 16+ એ CBFC તરફથી ફિલ્મને આપવામાં આવતું રેટિંગ છે. જેમાં U, UA 7+, UA 13+, UA 16+, A અને S સુધીના રેટિંગ આપવામાં આવે છે. આને સરળ ભાષામાં સમજીએ તો, ફિલ્મ કઈ ઉંમરના લોકો માટે બનાવવામાં આવી છે તે નક્કી કરતું આ એક સર્ટિફિકેટ છે.
CBFC સર્ટિફિકેટનો સરળ ભાષામાં અર્થ
U: દરેક ઉંમરના લોકો જોઈ શકે છે.UA 7+: 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતાના માર્ગદર્શનની જરૂર છે.
UA 13+: 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતાના માર્ગદર્શનની જરૂર છે.
UA 16+: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતાના માર્ગદર્શનની જરૂર છે.
A: ફક્ત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ જોઈ શકે છે.
S: કોઈ ખાસ કેટેગરીના લોકો જ જોઈ શકે છે.
રિલીઝ ડેટ પાછળ ધકેલવા માટેનાં 2 કારણો
'માતૃભૂમિ' ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. પહેલાં આ ફિલ્મને ઈદ 2026 એટલે કે 17 એપ્રિલે રિલીઝ કરવાનું આયોજન હતું. ત્યારબાદ ઓગસ્ટ અને 20 નવેમ્બરની તારીખ સામે આવી હતી. અંતે ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મને 4 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.








