સુરેન્દ્રનગર: પાકિસ્તાનથી આવેલા એક પરિવારના 4 સભ્યોને મળી ભારતીય નાગરીકતા
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે.
ભારતના નાગરિક તરીકેના તમામ હક્ક મળશે
ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે પાકિસ્તાનથી આવેલા એક પરિવારના 4 લોકોને ભારતીય નાગરીત્વ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના કાયદા મુજબ પાકિસ્તાનમાંથી છેલ્લા અનેક દાયકાઓ દરમિયાન ભારત આવી ગયેલા શરણાર્થીઓને ભારતના નાગરિક તરીકેના તમામ હક્ક મળશે.
આ પણ વાંચો: ખ્યાતિ સહિત રાજ્યની સાત હોસ્પિટલો સસ્પેન્ડ, 4 ડોક્ટરો સામે કાર્યવાહી
મહેશ્વરી પરિવાર પાકિસ્તાનથી સુરેન્દ્રનગર આવી વસવાટ કરતો હતો
હિન્દૂ મહેશ્વરી પરિવાર પાકિસ્તાનથી સુરેન્દ્રનગર આવી વસવાટ કરવા લાગ્યો હતો. ભારતીય નાગરિકતા ન મળતા પરિવાર અનેક વર્ષોથી સરકારી યોજનાથી વંચિત રહેતો હતો. અત્યાર સુધીમાં સુરેન્દ્રનગરમાં 20 લોકોને ભારતીય નાગરીત્વ મળ્યું છે.






